________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધયાત્રા
૨૩૮
અનેક પ્રકારે છમાં તથા જડેમાં પર્યાય પરિવર્તને વગેરેને બેધ આપે. આપે પ્રભાતમાં જે બેધ આપે તેથી આપના મહાવીરસ્વરૂપને, કૃપાદષ્ટિ વડે, પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયે. તેથી અમે આપના ભક્તો બન્યા છીએ.
“સર્વવ્યાપક ચૈતન્ય મહાસત્તાસંગ્રહરૂપ વિરાટ ભગવાન પરમાત્મા, આનંદસ્વરૂપ આપ એક જ પરમેશ્વર છે અને તે જ રીતે ચિતન્યની વ્યાપક સત્તારૂપ એક જૈનધર્મ છે અને પર્યાયદષ્ટિએ નામ-આકૃતિદ્રવ્ય-ભાવભેદે આપ પરમાત્મા અનેકરૂપ છે. આપમાં વ્યાપક મહાસત્તા ચૈતન્યરૂપ એક જૈનધર્મ સત્ છે અને તે પર્યાયદષ્ટિએ અનેકરૂપ છે, એમ હવે સાપેક્ષદષ્ટિએ પૂર્ણ નિશ્ચય થયો છે.” ઋષિઓની સ્તુતિઃ
કષિઓએ સ્તુતિ કરતાં કહ્યું: “જગજીવન મહાવીર પ્રભો ! અમે આપનું ધ્યાન ધરીએ છીએ. આપ જેવીસમાં તીર્થકર પરમાત્મા થવાના છે, એમ શ્રી પાર્શ્વનાથ તીર્થકર તથા શ્રી અરિ. ઇનેમિ તીર્થંકરના ઉપદેશની પરંપરાથી જાણ્યું છે. અમે આપનું શરણ અંગીકાર કરીએ છીએ. શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત રાજર્ષિથી ચાલ્યા આવેલા વેદોની, નિગમની અત્ર ગુપ્ત સ્થળમાં હયાતી છે. તે દેવતાધિષિત છે. તે દેવતાઓ અમને ચગ્યતા પ્રમાણે પુસ્તકો આપે છે અને અપાત્ર મનુષ્ય માટે ગુપ્ત રાખે છે. વેદમાં મિશ્રતા થઈ છે, પરંતુ જૈનાર્ય વેદની હજી હયાતી છે. સત્ય શાસ્ત્રોને નાશ થતું નથી. આપ તે સર્વ જાણે છે. આપનાથી કંઈ અજાણ્યું નથી. આપના આગમ, દષ્ટિવાદ, નિગમ, ગીતા વગેરેનાં પુસ્તક પણ કલિકાલમાં અહીં તથા વેતદ્વીપ, ક્ષીરદ્વીપ, કે જ્યાં રણ થવાનાં છે, ત્યાં આપના ભક્ત દેવે ગુપ્ત રાખશે. મનુષ્ય ગ્યતા પામશે તેમ તેમ ગુપ્ત મહાત્માઓ મારફત, ચોગ્યને ગ્ય શાસ્ત્રને અને તત્વજ્ઞાનને લાભ મળશે.
For Private And Personal Use Only