________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
અધ્યાત્મ માલાગીરે
જૈનધર્મ અનાદિ-અનંત છે. તેનાં શાસ્ત્રોને, તને નાશ થવાનું નથી. અમે શ્રી અરિષ્ટનેમિ પ્રભુના સમયના ઋષિઓના શિષ્યની પરંપરાના છીએ. અમે હવેથી આપના શાસનને માન આપીશું. કલિકાલમાં જ્યારે હિન્દુસ્તાનમાં આપના ઉપદેશેલ જૈનશાસ્ત્રોમાં પ્રક્ષેપો અને વિકારે દાખલ થશે, ત્યારે અહીંથી અહંન્મહાવીરગીતા વગેરે આપનાં વચનામૃતેને હિન્દુસ્તાનમાં ઉત્પન્ન થયેલ મહાત્માઓને પ્રેરણા કરી તથા દેવતાઓને તેમાં અવતારી, યોગ્યતા પ્રમાણે પ્રકટ કરીશું. આપે અમને ગુપ્ત અધ્યાત્મ જ્ઞાનની વિદ્યાઓ અને કર્મ રહસ્ય વગેરેને બંધ આપે, તેથી અમારા હૃદયમાં આપનો અનુભવ–સાક્ષાત્કાર થયો છે.
આપ પ્રભુએ આત્માઓની અને પુદ્ગલ દ્રવ્ય અર્થાત જડની મિશ્રિત શક્તિઓથી અનાદિકાલથી આ વિશ્વ અનેક રૂપે પરિવર્તન પામતું ચાલ્યું આવે છે, અનેક દશ્ય પ્રકાશમય ભૂગેલકે અનાદિકાલથી ઉત્પત્તિ, વ્યય અને ધ્રુવરૂપે સ્થિરતા રાખી પરિણમ્યા કરે છે, તેને અનેક પરસ્પર સાપેક્ષદષ્ટિઓથી જે બોધ આપ્યો તે પૂર્વના તીર્થકરેની પેઠે યથાર્થ છે.
“ચેતન અને જડની મિશ્રશક્તિઓના સમૂહરૂપ પંચ સમવાયીકારણરૂપ પ્રભુથી અનાદિકાલથી જગત ઉત્પન્ન થયા કરે છે અને તેમાં સંસારી આત્મારૂપ આપ વીરપ્રભુની કત્વસત્તાની નય દષ્ટિએ તથા ઔપચારિક દષ્ટિએ, જગત્કર્તવમાં મુખ્યતા છે, એમ સમ્યક્ બેધ થયે છે.
ચિતન્ય મહાસત્તારૂપ સંગ્રહનયે આપ એકાત્મ મહાવીર પ્રભુને નિશ્ચય કરીને, સાપેક્ષપણે અમારા આત્માઓરૂપ વીરમાં વ્યક્તિત્વ દષ્ટિએ જ્ઞાનાદિગુણેના આવિર્ભાવરૂપ મેક્ષને પ્રકટ કરવા પ્રયત્ન કરીએ છીએ. સંગ્રહનથમાં મહાચૈતન્યરૂપ વ્યાપક સત્તાની અપેક્ષાએ સર્વાત્માઓને પુરુષરૂપે અને જે વસ્તુઓને સત્તાની
For Private And Personal Use Only