________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વયાત્રા
૨૩૭ મહર્ષિએ ! તમે સર્વ ધર્મશાસ્ત્રોના મૂળરૂપ મને જાણ મારું પૂર્ણ પ્રેમથી ધ્યાન ધરે, એટલે તમારા હૃદયમાં સર્વ વેદેને, આગમોને સાક્ષાત્કાર થશે. તમને મારી કૃપાથી મારે તથા આત્મરૂપ યાને બ્રહ્મરૂપ જૈનધર્મને જેવો સાક્ષાત્કાર થયો છે. તે ભવિષ્યમાં અનેક મહર્ષિએને થશે. સમવસરણમાં બેસી, સર્વ પરિષદે આગળ ઉપદેશ આપી હું સર્વ દેશમાં અને ખંડમાં ફેલાયેલા અધર્મને નાશ કરીશ અને ગૃહાવાસમાં છું ત્યાં સુધી દુષ્ટ સક્ષસોને નાશ કરીશ.
“ આત્માઓની સાથે કર્મરૂપ આવરણનો સંબંધ છે ત્યાં સુધી મનુષ્યને એકસરખું જ્ઞાન પ્રગટતું નથી. તેથી મનુષ્યના વિચારમાં અને આચારોમાં મતભેદ, વિવિધતા અનાદિકાળથી રહી છે અને અનંત કાળ સુધી રહેશે. તેથી સર્વ મનુષ્યો સર્વ પ્રકારના વિચારમાં અને આચારમાં એક થઈ શકે નહીં, અને, એકસરખા કરવાનો પ્રયત્ન પણ કરવો નહીં.
“આત્મદ્રવ્ય સત્તારૂપે હું એક છું અને પર્યાયની દષ્ટિએ વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં અનેક રૂપ છું—એવું જાણ્યા બાદ મારા જ્ઞાનીઓ અને ભક્તો જૈનધર્મરૂપ અનેકાન્ત આત્મદર્શનને અનુભવ કરી શકે છે અને સર્વ પ્રકારના વ્યવહારને વ્યવહરી (આચરી) શકે છે. મારા ભક્તો પિતાપિતાના અધિકાર સમજીને, પિતાના અધિકાર પ્રમાણે, ધર્મ–કર્તવ્યને કરે છે અને અન્યના અધિકારમાં વિદન નાખતા નથી.
જ્યારે મનુષ્ય આત્મરૂપ મહાવીર, કે જે હું વિરાટ અને સર્વ અસ્તિનાસ્તિ પર્યાયરૂપ છું, તેને અનુભવ કરે છે, ત્યારે તેઓ સર્વ પ્રકારના કદાગ્રહરૂપ મિથ્યાત્વદશાથી–અજ્ઞાનથી મુક્ત થાય છે અને આત્મવીર જ્ઞાની બને છે.
મહર્ષિએ! સર્વ પ્રકારના ધર્મોમાં જે મલિનતા આવી
For Private And Personal Use Only