________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
અધ્યાત્મ મહાવીર એવા મને સર્વ જીવોમાં દેખે અને પશ્ચાત કર્તવ્યર્મરૂપ ભક્તિ અને સેવાધર્મને સ્વીકાર કરે.
“દેશ, કેમ, સંઘ, પ્રજા, સમાજ, વ્યક્તિ આદિ સર્વને એકસરખી રીતે સ્વાતંત્ર્ય, સુખ, વિદ્યા, અનુભવજ્ઞાન મળે અને મારામાં સર્વ જીવો સર્વ લેકેને દેખે એવો બોધ આપે.
તમારા મસ્તક પર હસ્ત મૂકવાથી તથા કૃપાશીર્વાદ દેવાથી હવે તમે સર્વ પ્રકારનાં સત્યના સમૂહરૂપ એવા જૈનધર્મને અનુભવ કરી શકશે. વેદમાં પણ જૈન ધર્મના વિચાર અને આચારને સ્યાદ્વાદપણે દેખી મારી ઉપાસના કરી શકશે. તમને હવે સર્વ પ્રકારે સ્વતંત્રતાનો અધિકાર છે. મારા ભક્ત સર્વ દેવે અને સર્વ દેવીઓ તમને દર્શન આપશે. આ કૈલાસ પર્વત પર કલિયુગમાં મારે સાક્ષાત્કાર કરવા જેએ મારું સ્મરણ કરશે તેઓને મારે વિશ્વાત્મરૂપે સાક્ષાત્કાર થશે.
“મારા કલ્યાણક દિવસમાં જેઓ હિમાલયના ઉત્તર તરફના પર્વતે અને તેની ગુફાઓમાં, ગંગા, સિધુ, સાબરમતી, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, મહી, બ્રહ્મપુત્રાદિ સર્વ નદીઓના તટ પર તથા સર્વ પર્વતે પર, કાશ્મીરના પર્વત પર મારો જાપ, ભક્તિ, ઉપાસના ધ્યાન વગેરે પૂર્ણ શુદ્ધ પ્રેમથી કરશે તેઓનું હૃદય શુદ્ધ થશે અને તેમાં આત્મસત્તારૂપ મહાવીર, કે જે હું સર્વશક્તિમાન છું, તેને સાક્ષાત્કાર થશે, તેમાં જરામાત્ર સંદેહ નથી.
“હિમાલય વગેરે પર્વતેમાં મારા ભક્ત દેવ અને દેવીઓ, સર્વ મનુષ્યજાતિના પ્રતિનિધિરૂપ બનીને પ્રસંગોપાત્ત મારા ભક્ત મનુષ્યોને દર્શન દેશે અને તેઓનાં હૃદયમાં અવતરીને મારે ઉપદેશ સર્વ વિશ્વમાં પ્રચારશે તેમ જ સર્વ દેશને અને ખંડેને અધર્મના જેર વખતે સહાય કરશે.
For Private And Personal Use Only