________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
અધ્યાત્મ માહાવીર માને છે, કેટલાક આત્મવીરરૂપ ઈશ્વરની વ્યાપક સત્તાને એટલે કે પરમાત્મા, પરમેશ્વરને માનતા નથી. કેટલાક વીર્યને જ જીવ કહે છે. કેટલાક રક્તને જીવ માને છે. કેટલાક પંચપ્રાણને જીવ માને છે. કેટલાક મનને જીવ માને છે, પણ તેનાથી પર એવા આત્માને દેખવા સમર્થ થતા નથી.” (૨) અન્તરાત્માનું સ્વરૂપ :
“મનની પેલી પાર રહેલો આત્મા તે જ હું વીર છું. તે જ પરબ્રહ્મ, પરમદેવ, પરમતિ આદિ અનેક શબ્દોથી હું મહાવીર ચિતન્ય મહાસત્તારૂપ છું અને ભિન્નભિન્ન વ્યક્તિની અપક્ષાએ અનંત આત્માઓરૂપ મહાવીરે તરીકે છું. અનંત આત્મા
રૂપ મહાવીરોની સાથે સત્તાએ મારું ઐક્ય–સમત્વ હોવાથી તેઓ સર્વે હું છું. આ પ્રમાણે જે મન-વાણી-કાયામાં રહેલા પણ તેથી ભિન્ન એવા આત્માને જાણે છે તે સત્ય મહાવદી જન છે. સર્વ જડ–દશ્ય વસ્તુઓથી ભિન્ન અને શરીરની અન્તરમાં રહેલા આત્માને જે અનુભવ કરે છે તે અન્તરાત્મા છે, ત્યારે તે સમ્યફ આત્મજ્ઞાની, બ્રહ્મજ્ઞાની છે અને તે પરમાત્માને (મારે) ઉપાસક છે. તે ઇન્દ્રિો અને વિષય પર કાબૂ મૂકે છે માટે તે જૈન છે.
તે સ્યાદ્વાદજ્ઞાનની–તત્વજ્ઞાનની અપેક્ષાઓ સાંભળવાને પૂર્ણ અધિકારી થાય છે, માટે તે શ્રાવક કહેવાય છે અને તે જ્ઞાનમાં વ્યાપક થવાથી બ્રાહ્મણ પણ ગણાય છે.
“જેઓ અન્તરાત્માઓ છે તેઓ મનરૂપ પૃથ્વી પર વિજય મેળવનારા હેવાથી ક્ષત્રિયે છે. મનરૂપ પૃથ્વીનું મેહાદિ રાક્ષસોનો નાશ કરીને રક્ષણ કરનારા હોવાથી તેઓ ક્ષત્રિયે છે. એ જ રીતે તેઓ આત્મજ્ઞાનને વ્યાપાર કરનારા હોવાથી, મનનો શુભ વ્યાપાર કરનારા હોવાથી અને આત્મામાં જ્ઞાનાદિ અનેક ગુણનાં બીજોનું વપન કરી કૃષિ કરનારા હેવાથી વૈશ્ય છે. તેઓ પરિપૂર્ણ આત્મજ્ઞાની બની, સત્ત્વગુણી બની, સર્વ જીવોના કલ્યાણની
For Private And Personal Use Only