________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧
વિશ્વયાત્રા જ્ઞાન, અનેકાન્તજ્ઞાન, જૈન જ્ઞાન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. એવા જ્ઞાનને સમ્યફ વેદજ્ઞાન અર્થાત્ સર્વ વેદનું વેદાન્તજ્ઞાન મારા વડે કહેવામાં આવે છે.
“આવું સમ્યજ્ઞાન છે. તેમાં સર્વ વિશ્વમાં પ્રચલિત અનેક દર્શનેના જ્ઞાનનો સમાવેશ થાય છે. આવા વ્યાપક જ્ઞાનને જે ધારણ કરે છે તે કર્મ પર જય મેળવે છે. તેથી તે જ્ઞાનીને જૈન આર્ય કહેવાની અનાદિકાળની રૂઢિ છે. અન્તરમાં દષ્ટિઓની સાપેક્ષતાઓનો વિચાર કરવાથી સમ્યજ્ઞાન પ્રગટે છે. સમ્યજ્ઞાનથી આત્મા, જીવ, ચેતન, બ્રહ્માદિ અનેક નામ-પર્યાયવાળા આત્માને અનુભવ થવાથી આત્મશકિતઓને વિકાસ થાય છે.
“અપેક્ષાએ આત્મા ત્રણ પ્રકારે અવકાય છેઃ (૧) બહિરાત્મા, (૨) અન્તરાત્મા અને (૩) પરમાત્મા.” (૧) બહિરાત્માનું સ્વરૂપ :
‘બાહ્યદષ્ટિવાળાને બહિરાત્મા જાણ. જે નામરૂપ યાને શરીર, મન, પ્રાણ, રક્ત વગેરે જડ પદાર્થોને આત્મા માને છે અને જ ડવસ્તુઓને આત્મા તરીકે સ્વીકારે છે તેઓ અન્તરમાં આત્માના અનુભવી નહીં હોવાથી બહિરાત્માઓ જાણવા. બહિરાત્માઓ પંચભૂતની પેલી તરફ રહેલા આત્માને દેખી શક્તા નથી. તેઓ એકાન્ત જડ વસ્તુઓમાં સુખની બુદ્ધિ ધારણ કરનારા હોવાથી જડવાદી કહેવાય છે. તેઓ આત્માના જ્ઞાનના અભાવે કર્મરૂપ પુણ્ય,પાપ, પુનર્જન્મ, સંવર, નિર્જરા, બંધ, મેક્ષ વગેરેની સિદ્ધિ માનતા નથી. તેથી તેઓ ધર્મની શ્રદ્ધામાં નાસ્તિક હેવાથી નાસ્તિક ગણાય છે. તેઓ હિંસા, અસત્ય વગેરેમાં પાપ માનતા નથી. તેવા લેકે રાક્ષસો બને છે અને મારી–પરમાત્માની ભક્તિસેવારૂપ યજ્ઞને નાશ કરે છે. તેવા લેકે રજોગુણી અને તમે ગુણ રહે છે. તેઓ મરીને પાપચનિએમાં અવતરે છે. બહિરાત્માઓ અનેક પ્રકારના ભેદવાળા હોય છે. કેટલાક પંચભૂતને જ આત્મા
For Private And Personal Use Only