________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૦
અધ્યાત્મ મહાવીર
મિત્ર અને મહર્ષિઓઃ “પ્રભો ! આપે અક્ષીણ લબ્ધિના બળે અમને સર્વને અમૃત ભેજન કરાવ્યું. હજારે ઋષિઓને અને કૈલાસવાસી મહર્ષિએને આપે જમાડયા. અહાહા ! આપની શક્તિ અપૂર્વ છે. આખી દુનિયાના મનુષ્યને એક પલકમાં આપ ભજન પૂરવા સમર્થ છે, તેથી આપ જગજીવન છે. આપે અધ્યાત્મજ્ઞાનની ગુપ્ત શકિતઓને અને ગુપ્ત જ્ઞાનનો આજ અમને સર્વને બેધ આપી આત્મજ્ઞાન કરાવ્યું, તેથી અમારા પર આપ પ્રભુને અનહદ ઉપકાર થયા છે.
અનેક નાની અપેક્ષાએ અનેકાન્તાત્મક આત્મદર્શનનું સ્વરૂપ સમજાવ્યું, તેથી અમે આત્મસત્તારૂપ–એકાત્મવીરપ્રભુરૂપ આપને અનુભવ કરી પરમાનન્દ પામ્યા છીએ.”
પ્રભુ મહાવીરે કહ્યું: “મારા ભકત મહર્ષિએ ! આજે અમે કૈલાસશિખર પર આઠ પગથિયાં ઓળંગીને આવ્યા છીએ. આજ તમને જે ઉપદેશ આપું છું તે હૃદય તરફ દષ્ટિ રાખીને શ્રવણ કરો.
“મનુષ્ય અને મહર્ષિએ ! આત્માનું સ્વરૂપ જાણે. એકેક દષ્ટિએ આત્માનું સ્વરૂપ જાણતાં અને અન્ય દષ્ટિએથી આત્માનું સ્વરૂપ નહીં જાણતાં સર્વથા પ્રકારે આત્મસ્વરૂપ નહીં જણાવાથી અને એકદષ્ટિથી આત્મસ્વરૂપ ઉપદેશવાથી મિથ્યાજ્ઞાનની વૃદ્ધિ થાય છે. તેથી આત્મજ્ઞાન સંબંધી ભિન્ન ભિન્ન દષ્ટિએવાળા પરસ્પર કદાગ્રહ કરીને એકેક દર્શનની ઉત્પત્તિ કરે છે. અનાદિકાલથી આમ થતું આવ્યું છે અને અનંતકાળ સુધી થશે. તેથી કદાગ્રહ, અજ્ઞાન વગેરેને નાશ થતું નથી.
“સર્વ દષ્ટિએથી, અસંખ્ય દષ્ટિએથી કેવલજ્ઞાનની પૂર્વે રહેલાં જ્ઞાનનાથી ભિન્ન ભિન્ન રીતે આત્માનું–શુદ્ધ સત્તાત્મવીરનું સ્વરૂપ અવેલેકવામાં આવે છે. તે સર્વ દષ્ટિઓની અપેક્ષાઓને પરસ્પર સંબં. ધિત કરવાથી પશ્ચાત્ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાનને સ્યાદ્વાદ
For Private And Personal Use Only