________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વયાત્રા
પ્રવૃત્તિ કરનારા હેવાથી શુદ્ર અર્થાત્ વિશ્વસેવકે જાણવા.
અન્તરાત્માઓ આત્મદષ્ટિએ, આમ, બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ગણાય છે. હૃદયમાં, મગજમાં અને શરીરનાં સર્વ અંગેમાં આત્મા, તલમાં તેલની પેઠે, વ્યાપીને રહ્યો છે. તે આત્માનો અનેક દૃષ્ટિએ અનુભવ થતાં તે અન્તરાત્મારૂપ વીર બને છે. અન્તરાત્મવીર બાહ્ય વ્યવહારનાં કર્તવ્યકર્મોને કરે છે, પણ તેમને કર્મને સજજડ બંધ પડતા નથી. તે કર્તવ્યકર્મો કરવા છતાં નિર્લેપ રહી શકે છે. તે આત્મામાં યાને વીરમાં જે પરમાત્મરૂપ મહાવીરપણું સત્તામાં રહેલું છે તેને પ્રકટ કરવા પ્રયત્ન કરે છે અને વાસનાઓ પર જય મેળવતા રહે છે. તેથી તે અન્તરાત્માએ જૈનો, ભક્તો કહેવાય છે.
તેઓ મહાદિ રાક્ષસોનું જોર હઠાવે છે અને છેવટે તેઓને પણ નાશ કરે છે. અન્તરાત્મા, બાહ્ય જીવન જીવવા છતાં, અજ્ઞાન, મહ, પુરુષવેદાદિ વાસનાથી મુક્ત થયેલ હોય છે, ત્યારે તે ત્યાગી અન્તરાત્મદષ્ટિએ જીવન્મુક્ત ગણાય છે.
“અન્તરાત્માએ પ્રકારના હોય છે(૧) અવિરત, અને (૨) વિરત. વિરતના બે ભેદ છેઃ (૧) દેશ થકી મેહાદિકથી વિરામ પામેલા, યમ-નિયમમાં અંશે અંશે પ્રવૃત્તિ કરનારા, અને (૨) સર્વવિરત કે જે વિશેષ પ્રકારે ધર્મનાં કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને અલ્પકષાયી, અ૯પપ્રમાદી એવા અન્તરાત્માઓ હોય છે. સર્વથા પ્રકારે આત્મામાં જેઓ શુદ્ધ પ્રેમથી રંગાઈને, આદ્ય તથા આન્તર પ્રવૃત્તિ સેવે છે તેઓ સર્વવિરત જાણવા. જે અંતરાત્માઓ સર્વ કર્તવ્યકર્મોમાં પ્રમાદ કરતા નથી તે આત્મવીરરૂપ સત્તાને સર્વ વિશ્વમાં વ્યાપક માની તેનું ધ્યાન ધરે છે. શુદ્ધાત્મ મહાવીરના જ્ઞાનાદિ ગુણોનું ધ્યાન ધરીને જેઓ મારામાં લીનતારૂપ સમાધિને પામે છે, અને સંસારમાં કે ત્યાગાવસ્થામાં રહી કર્તવ્ય કરે છે, તેઓને અપ્રમત્ત યોગી જાણવા
For Private And Personal Use Only