________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
અધ્યાત્મ મહાવીર
પ્રાણ બ્રહ્મરંધ્રમાં ચડી ગયા. ત્યાં અનેક પ્રકારના શબ્દ સંભળાયા બાદ મૂર્છા આવી ગઈ અને મહાવીર પ્રભુની વાંસળીના નાદમાં સર્વ બ્રહ્માંડની લીલા જણાઈ. અરે! આ ગોવાળિયાઓ પણ હવે મૂચ્છમાંથી ઊઠયા જણાય છે. પેલી હજાર ગાયે ગંગાનદીના કાંઠે ચરતી હતી, તે પણ અહીં આવેલી છે અને મહાવીર પ્રભુને ચારે તરફથી ઘેરી નાદ શ્રવણ કરતી કરતી, પોતાનું ભાન ભૂલી આનંદમાં લયલીન બનેલી દેખાય છે. આપણે ક્યાં સુધી બેભાન રહ્યા તે આપણે જાણી શક્યા નથી. પ્રભુની વાંસળીના નાદશ્રવણમાં સર્વ શાસ્ત્રોના અર્થો ખૂલતા હોય એમ સમજાયું અને સર્વ દુનિયામાં તથા પિંડમાં તે એક મધુરી વાંસળી વગાડનારા અદ્વિતીય દેખાયા. અહાહા ! છે, મૂચ્છી થયા બાદ, સમાધિઆનંદ જણાયે! વાંસળીમાં સર્વ બ્રહ્માંડ ઊપજતા અને વિનાશતા દેખાયા.”
ગોવાળે : “વીર પ્રભુ સમાન આ વિશ્વમાં મધુરી વાંસળી વગાડનાર કઈ દીઠા નથી. તેઓ દેવાધિદેવ છે, એમ અમને ખાતરી થઈ. હવે તો અમે વીરને વાંસળીમાં ગાઈશું. આજ પરમાનન્દ થયે કે પ્રભુ વીર અમને મળ્યા.”
પ્રભુ મહાવીર : “ગોવાળે ! અમે ઉત્તર તરફ ગમન કરીશું. ગાયનું પાલનપોષણ કરે. ગાયની સેવાથી તમારી ઉત્તમ ગતિ થશે અને તમે મારા પદને પામશે. તમે મારા ભકત બન્યા છે. તમારી ગાયમાં મારા સ્વરૂપને દેખો અને તેઓનો નાશ થતું અટકાવો. ગાયોની સેવામાં પુણ્ય છે અને તેથી દેશ, કોમ, સમાજ, સંઘ, રાજ્યની આબાદી છે. મારા ભક્ત ગાયને વધ કદી કરતા નથી.
“ગેવાળ ! તમે મારા સ્વરૂપનું વાંસળીના નાદ સાથે ગાન કરીને ગાયનું પાલન કરતાં કરતાં કર્તવ્ય કર્મો કરે. તેથી તમારી ઉન્નતિ છે. અતિથિ, સાધુ અને સંતોની સેવા કરે. તેથી
For Private And Personal Use Only