________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
અધ્યાત્મ મહાવીર અનેક દેશોને દેખવાથી અનેક પ્રકારના અનુભવે મળે છે. હાલ તમારી કુમારાવસ્થા છે. કુમારાવસ્થામાં અનેક પ્રકારનાં દશ્ય જેવાં જોઈએ. જે મનુષ્ય પૃથ્વીનું પર્યટન કરતા નથી તેઓ અનેક પ્રકારના અનુભવો મેળવી શકતા નથી. અનેક પ્રજાઓના આચારોનું જ્ઞાન કરવા માટે વિશ્વયાત્રાની આવશ્યક્તા છે; અનેક દેશના લોકોને બધ આપવા માટે પૃથ્વી પર વિહાર કરવાની જરૂર છે.”
મહાવીરે કહ્યું: “પૂજ્ય પિતાશ્રી ! આપનું કહેવું યથાર્થ છે. દેશના સ્થાને જળ અને જળના સ્થાને પૃથ્વી ઊપસી આવેલી મારા જ્ઞાનમાં અહીં રહ્યાં દેખાય છે.
“શ્રી પાર્શ્વનાથ તીર્થકરના પટ્ટધરેએ જે કહ્યું છે તે સત્ય કહ્યું છે. મનુષ્યએ પૃથ્વી અને સાગરનું પરિક્રમણ કરવું જોઈએ. રાજ્ય, લકમી, વ્યાપાર, વિદ્યા, તત્ત્વજ્ઞાન વગેરેના લાભ માટે તે ઉપયોગી છે. આપની આજ્ઞાથી હું હવે વિશ્વયાત્રા કરવા જાઉં છું.”
ત્યારબાદ મહાવીર પ્રભુએ પિતાના મિત્રોને સંબોધીને કહ્યું પ્રિય મિત્રો! આ ગંગાનદીને પ્રદેશ છે. આ રૂપેરી વહેણુવાળી ગંગાનદી વહે છે. ચાલો આપણે તેમાં કૂદી પડી, તરી પેલે પાર જઈએ.”
મિત્રોઃ “અહા વીર! કેવા ઝટ નદી તરી જાય છે. હવે તે તે સામે કાંઠે પહોંચ્યા. અરે! પેલા કાઠે મોટા મગરની પાસે તેઓ પહોંચી ગયા છે. મગરની સાથે યુદ્ધ થાય છે, એમ દેખાય છે. અરે! મગર અને વીર પ્રભુ નદીના જળમાં અદશ્ય થયા દેખાય છે. ચાલો આપણે તરીને તેમની સંભાળ લઈએ.”
વીર પ્રભુઃ “મિત્રો! તમે આવી પહોંચ્યા? ગંગા નદીમાં માટે મગર રહેતું હતું. આસપાસના લોકોને નદીમાં નાહતાં તે ત્રાસ આપતા હતા. અનેક મનુષ્ય અને પશુઓને તે ગળી ગયો હતે મારી સામે તે આવ્યા. મેં તેના પર દયા આણી, પણ તે
For Private And Personal Use Only