________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વચાવા
રમ
દરિયા અને ખડામાં ઘણા ફેરફાર થયા છે. જળ જથાં હતુ ત્યાં સ્થળ થયું છે અને સ્થળના સ્થાને જળ થયુ' છે, શ્રી પાર્શ્વનાથ પ્રભુના વંશજો તાઢ્ય ક્ષત્રિયેા ગણાય છે. તેમના વંશજો તમને ઉત્તર દેશમાં અને પશ્ચિમ દેશમાં મળશે. પીળી પ્રજા, કે જેના વશમાં શ્રી શાન્તિનાથ શ્રી નમિનાથ વગેરે તીર્થંકરા થઈ ગયા છે, તે જાતિના મનુષ્યા સુવણ વાલુકા નદી, ક્ષીરદ્વીપની પૂર્વ તરફ તથા એટલામાં વસનારા છે, તે તમારા સમાગમમાં આવશે.
· શ્રી નેમિનાથ ભગવાન અને કૃષ્ણ વગેરે જે જાતિમાં ઉત્પન્ન થયેલા છે તે કૃષ્ણવણી જાતિના મનુષ્યા તમને દક્ષિણ દિશા તરફ વસેલા દેખાશે, ખારમા તીર્થંકર શ્રી વાસુપૂજય ભગવાન રક્તવણી જાતિમાં ઉત્પન્ન થયા હતા. તેના વંશજો ઉત્તરધ્રુવ તરફ અને પશ્ચિમ દેશેામાં તામ્રવણી મનુષ્યેા જણાશે, શ્વેત જાતિમાં ઉત્પન્ન થયેલા તીથ કરેાના વંશજે વર્ણાન્તર મિશ્ર જેવા પશ્ચિમ ખંડમાં ગયેલા દેખાશે. શ્રી મુનિસુવ્રતસ્વામી થયા પછી એક ખંડના મનુષ્યા કે જે શ્રી મુનિસુવ્રતસ્વામી તીર્થંકરના જેનેા તરીકે હતા, તેઓના વંશજો અતિશય પાપી થવાથી તે દેશ તરફ સાગર ફરી વળેલો છે. તેનાં ચિહ્નો ત્યાં દેખાશે. જોકે તમે તે અવિષેજ્ઞાની તીર્થંકર છે, તેથી જાણેા છે અને દેખો છે; તે પણ શ્રી પાર્શ્વનાથ પ્રભુના મુખથી સાંભળેલી હકીકત તેઓની પાટે બેઠેલા શ્રી મુનિચન્દ્ર વગેરે મુનિઓએ મને સંભળાવી છે તે જણાવુ છુ,
· શ્રી પાર્શ્વનાથના વંશજો ભૂમધ્યસમુદ્ર પાસે આવેલા ખડમાં વસે છે. તેઓ સૂર્યના તાપ તથા હવા વગેરેથી હવે ત્યાં વર્ણાન્તર મિશ્રરૂપવાળા થઈ ગયા છે. ત્યાં પૂર્વે લાખે। વર્ષ પર નીલવણી પ્રજા વસતી હતી. તે પ્રજામાં અનેક તત્ત્વજ્ઞાનીએ થઈ ગયા છે. પીત, શ્વેત, રક્ત, નીલ, કૃષ્ણ એ પાંચ રંગવાળા મનુષ્ચાની જાતિઓ થઈ. હાલ પણ તેમાંની પ્રજાએ હયાત છે.
૧૫
For Private And Personal Use Only