________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
અધ્યાત્મ મહાવીર એ જ સર્વ જાતિના જિનેનું પ્રથમ કર્તવ્ય છે. જે મનુષ્ય દેશ, કેમ, સંઘનું રક્ષણ કરવા, ધર્મયુદ્ધ કરવા સમર્થ નથી તે જૈનધર્મ, કે જે દેશ, કામ, સંઘાદિના કલ્યાણરૂપ છે, તે સાધવા સમર્થ નથી.
વર્ધમાન મહાવીર ! તારે તે ગૃહસ્થાવાસને બાહ્ય ધર્મ છે, તે તું બજાવવા સમર્થ છે. રાજ્યકર્મોને કરવામાં અને પ્રજાઓની રક્ષા કરવામાં અલ્પષ અને મહાલાભ છે, અને તે વ્યાવહારિક જૈનધર્મનું કર્તવ્ય છે. તેથી જૈનેએ ન કંટાળવું જોઈએ. રાજ્યાદિ કર્મો કરવામાં સ્વાધિકારે ધમ્યનીતિ છે, તેથી જેનોએ તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ, પણ તેથી ભ્રષ્ટ ન થવું જોઈએ. જે જૈનો રાજ્યરક્ષા, દેશરક્ષા અને જૈનધર્મની રક્ષા કરવામાં કમગી બની શકતા નથી તેઓ તેમની નિવૃત્તિથી જ્ઞાનગી, ત્યાગી પણ બનવા સમર્થ થઈ શકતા નથી.
ત્યાગીઓને અને ગૃહસ્થોને રાજ્યરક્ષા માટે તેમજ દેશ, કોમ, ધર્મની રક્ષા માટે સ્વસ્વ શકિતઓ વડે ફરજ બજાવવાનો અધિકાર છે. તેમાં ધર્મ છે, અધર્મ નથી. ચોરી, જારી, અનીતિ વગેરેથી અધર્મ થાય છે, પણ નીતિમાર્ગે સંચરતાં અધમ થતું નથી. આ વિશ્વમાં બળવાન મનુષ્ય જીવી શકે છે અને નિર્બળ મનુષ્ય નાશ પામે છે, માટે કદાપિ નિર્બળ ન રહેવું જોઈએ. શ્રી પાર્શ્વનાથના શાસનમાં પણ એ પ્રમાણે ધર્મયુદ્ધાદિ પ્રવૃત્તિયુકત જૈનો હતા. અમને અમારા ગુરુએ એ પ્રમાણે ઉપદેશ આપ્યો હતો. આપણું કુટુંબ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય સાધુઓનું ભકત છે. હવેથી તારા ધર્મચકસામ્રાજ્યમાં ભારતના આર્યો જોડાશે અને આને અર્થાત્ જેનો ઉદ્ધાર કરનાર તું ગણાઈશ. તારો ઉપદેશ સર્વત્ર પ્રસરશે. તારી શકિતઓની ખ્યાતિ સર્વ ભારત દેશમાં પ્રસરી છે અને તેથી ભારતના ધર્માચાર્યોના હૃદયમાં ઉલ્લાસ થયે છે. ભારત હવે શાંતિના શ્વાસોશ્વાસ લેવા
For Private And Personal Use Only