________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજનીતિનું સ્વરૂપ લાગ્યું છે. હવે મને પૂર્ણ આનંદ પ્રગટયો છે.”
પ્રભુ મહાવીર કહ્યું : “પ્રિય પૂજ્ય તીર્થરૂપ પિતાજી! રાજાઓએ નિયમસર ઊઠીને પ્રભુનું ધ્યાન ધરવું. પ્રભુનું ધ્યાન ધરીને, આહ્નિક (દિવસનાં કાર્યો કરવાં. દુર્વ્યસનથી દૂર રહેવું અને પરસ્ત્રીને માતા, દીકરી તેમ જ બહેન સમાન ગણવી. ઋષિઓની સેવા કરવી. દુઃખીઓનાં દુઃખ દૂર કરવાં. હું આત્મરૂપ વીરપ્રભુ સર્વને રક્ષક છું, એમ નિશ્ચય કરી તમારે સર્વજાતની પ્રજાઓને પોતાના આત્મસમાન માનવી. પ્રજાજનેના શ્રેય માટે સર્વ શુભ પ્રવૃત્તિઓ કરવી અને મોજશોખની વૃત્તિઓ દૂર કરવી.
“રાજેએ તો વિશ્વના સેવક છે. પ્રજાઓની સેવા કરવામાં સેવક તરીકે પ્રવર્તવું. આજીવિકા દિને ચગ્ય ધન રાખવું. જે કરવું તે ચતુર્વણુ પ્રજા માટે કરવું. પ્રજાઓની ફરિયાદો જાતે સાંભળી ન્યાય કર. પ્રજાઓનાં દુઃખ જાણવા ગુપ્તપણે ફરવું. દરેક મનુષ્યના આત્માને જીવતા દેવ સમાન જાણું તેની સેવા કરવી. મનુષ્યોની આંતરડી કદી ન કકળાવવી. મનુષ્ય પાસેથી તેની મરજી વિરુદ્ધ આકરા કર કદી ન લેવા. નિર્બળ અને અનાથના નાથ બનવું. સદા પિતાનું મગજ સમતલ રાખવું. દારૂ વગેરે કેફી વસ્તુઓના, પ્રાણ પડે તેપણ, સંગીન બનવું. દેશ, રાજ્ય વગેરેમાંથી દારૂ વગેરે કેફી વસ્તુઓની બદી દૂર કરવી. દેશ, રાજ્ય, કેમમાંથી વ્યભિચાર, હિંસા, બાળલગ્ન વગેરે દેને હાંકી કાઢવા. ઉચ્ચ અને નીચના કલ્પિત ભેદોને મનુષ્ય
જાતિમાંથી દૂર કરવા રાજાઓએ કદી કાનના કાચા ન બનવું. કેઈપણ દાસ, દાસી વગેરે પર પરીક્ષા કરીને વિશ્વાસ ધારણ કરે. આઠ વર્ષથી લઈને સો વર્ષ સુધીના સર્વ મનુષ્યો કસરત અને પ્રાણાયામ કરી શરીરનું આરેગ્ય જાળવે એવી વ્યવસ્થાના કાયદા ઘડવા.
દરેક ખાતાની જાતે તપાસ રાખવી. પ્રજાના વિરુદ્ધ વર્તન.
For Private And Personal Use Only