________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
અધ્યાત્મ મહાવીર
“જે કાળે, જે ક્ષેત્રે જૈનસંઘમાં, પ્રજામાં, જે રાજા મહાન હોય અથવા બ્રાહ્મણાદિ વર્ગમાં ગૃહસ્થ ગુરુ મહાન હોય અથવા જેન ત્યાગી મહાન હોય, તેણે ધર્મયુદ્ધને હુકમ કાઢી, સર્વ દેશના. જૈનોને એકત્ર કરી, અનેક પ્રયુક્તિઓ અને કલાએથી જૈનોની, જૈનરાજ્યની તથા જૈનધર્મ અને તીર્થની રક્ષા કરવી.
“જૈન રાજાઓએ અન્ય ધર્મ પાળનારાઓ પર અપરાધ વિના. જુલ્મ ગુજારે નહીં. તેઓને જૈનોની પેઠે નીતિના કાયદા વડે રક્ષવા. સર્વ જાતના મનુષ્યએ કલિયુગમાં શસ્ત્રબદ્ધ રહેવું અને દેશ, રાય, કોમ, ધર્મની સ્વતંત્રતાનું રક્ષણ કરવું.
“આર્યાવર્ત પર, ભારત પર થનારા અન્ય જંગલી પ્રજાઓના હુમલાઓને પાછા હઠાવવા માટે સદા સંપીને તૈયાર રહેવું, એ કલિયુગમાં થનારા રાજાઓને મારે આજથી બોધ છે. પ્રજાએ પર કર ન વધારવા. ગુરુની આજ્ઞા પ્રમાણે રાજાઓએ ધર્મનીતિમાં તત્પર રહેવું. આત્મશકિત તેમ જ દેશ અને સંઘની. શકિતઓને નાશ કરનારાં દુર્વ્યસન રાજાઓએ સેવવાં નહીં. પિતાના પુત્રને અને પ્રજાને એકસરખી રીતે રાજાએ ન્યાય કર. કેઈપણ રાજાએ અન્ય રાજાની કન્યાને, રાણીને યા બીજી સ્ત્રીને અનીતિ અન્યાયથી ઉપાડી જવી નહીં. તેણે ચોથી, દુષ્ટોથી, રાક્ષસોથી પ્રજાઓનું રક્ષણ કરવું. રાજ્યને અગર દેશને. વિસ્તાર કરવાથી કેઈ મહાન યશસ્વી રાજા બની શકતું નથી, પરન્તુ પ્રજાઓની સર્વ પ્રકારે સેવા કરવાથી અને આત્મભેગ. આપવાથી જ ધમી અને યશસ્વી રાજાનું પદ પ્રાપ્ત કરી શકાય છે. માટે પૂજ્ય પિતાજી ! મારા આ પ્રમાણે રાજ્ય, રાજા તથા યુદ્ધ સંબંધી વિચાર છે. તેને ન્યાય આપશે. આપને નમું છું, સ્તવું છું અને મારા વિચારો આપની આગળ કહું છું.'
સિદ્ધાર્થે કહ્યું: “પ્રિય, સુપાત્ર પુત્રરત્ન મહાવીર ! તારા. વિચારો સાંભળ્યા. તારા આત્માની શી દશા છે તે અવેલેક્વા મેં
For Private And Personal Use Only