________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
રાજનીતિનું સ્વરૂપ છે. અન્યાય, અધર્મ, સ્વાર્થ અને લેભબુદ્ધિએ અન્ય રાજ્ય અને દેશને પચાવી પાડવાની બુદ્ધિથી કલિયુગમાં ભારત વગેરે દેશમાં અશાંતિ, અન્યાય, અધર્મ વગેરેની વૃદ્ધિથી મનુષ્યને ઘણું સહન કરવું પડશે. આપણું દેશ ઉપરના જુલ્મી રાજાઓ વગેરેનાં આક્રમણે વાળવા માટે, અન્ય રાજાઓ અને દેશને તથા જૈનધર્મીઓ પર પરધમીઓના હુમલા થાય તેના નિવારણ માટે યુદ્ધની સામગ્રીપૂર્વક સદા તૈયાર રહેવું જોઈએ, કે જેથી અડધી રાતે પણ તેના હુમલાઓને નિવારી પ્રજા, રાજ્ય, ધર્મ અને સ્વતંત્રતાદિકનું રક્ષણ કરી શકાય.
પોતાના રાજ્ય કે દેશની સીમા પાસે આવેલાં રાજ્યમાં સત્ય, પ્રેમ, મંત્રી વગેરે ગુણોને પ્રકાશ કરવો. પાસેના રાજાઓને પ્રજાહિત કરવામાં અપ્રમાદી બનાવવા. બ્રાહ્મણાદિ સર્વ વર્ગોનું રક્ષણ કરે તે સ્વદષ્ટિએ સેવક અને પ્રજાદષ્ટિએ રાજા છે. જૈન રાજાઓએ તથા જૈન પ્રજાએ જૈન ધર્મના તથા જેનેના રક્ષણ માટે અન્યધર્મીય રાજાઓ અને પ્રજાઓનાં આક્રમણે, જુલ્મ, અત્યાચારે, અનીતિ સામે અનેક યુક્તિ-પ્રયુક્તિથી ધર્મયુદ્ધો ચલાવવાં. તેવા આપત્તિના પ્રસંગે જે જૈન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર હોય તે દેશકાલાનુસારી અસ્ત્ર-શસ્ત્રોને ગ્રહણ ન કરે અને યુદ્ધ ન કરે, તો તે જૈનસંઘ અને પ્રજાના નાશથી જે મહાપાપ થાય તેના ભોક્તા બને છે. ધર્મયુદ્ધમાંથી પાછા ફરનારાઓ સર્વજાતીય જૈનો પણ તેવા મહાપાપના ભોક્તા બને છે. - “કોઈ મનુષ્ય અન્યાયથી કઈને મારી નાખતે હાય યા કઈ રાજા પિતાની સત્તાથી અન્યાય, મદ, કપટકલા કરી જૈનધર્મને અને જેનોનો નાશ કરવા પ્રયત્ન કરતો હોય, તે તેવા પ્રસંગે દુષ્ટ રાજા વગેરેને શિક્ષા આપવા જે જે ધર્મયુદ્ધાદિ પ્રવૃત્તિઓ કરવામાં આવે, તે ધર્મના શુભ આશયથી કરવામાં આવતી હોવાથી સ્વર્ગાદિકની પ્રાપ્તિ માટે છે. તેવી દશામાં ધર્મયુદ્ધ કરવાની જરૂર છે.
For Private And Personal Use Only