________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
અધ્યાત્મ મહાવીર
કરવાની દશા નથી, જેકે ગૃહસ્થાશ્રમનું દરેક કાર્ય કરવા, પ્રસંગે પાત્ત, તિયાર છું. ક્ષત્રિયકુંડનું રાજ્ય લેવા અન્ય રાજાઓ તૈયાર થાય તે યુદ્ધ કરવા તૈયાર છું, પરંતુ અન્યનું રાજ્ય લેવાની, અધર્મયુદ્ધ કરવાની હું ઈચ્છા કરતા નથી. માટે અનીતિની રાજ્યગ્રહણરૂપ પ્રવૃત્તિવાળું યુદ્ધ હું કેવી રીતે કરી શકું? માટે પૂજ્ય જનક! આપ મારા સત્ય વિચારોનું મનન કરી અન્ય રાજ્ય કે દેશને ગ્રહણ કરવાની ઈચ્છાનો ત્યાગ કરે.
સર્વ વિશ્વમાં ન્યાય અને ધર્મને પ્રચારવા માટે મારો અવતાર છે. આદર્શ જીવન વિના વિશ્વને ઉદ્ધાર થતો નથી. સત્યને પ્રકાશ કરવામાં મારી અનંત શક્તિઓને સદુપયોગ કરવાનો છે. નંદિવર્ધન બંધુને પણ અન્યાય અને અધર્મયુદ્ધના માર્ગે વિચરવાની જરૂર નથી. રાજાઓએ પ્રજાનું કલ્યાણ કરવું જોઈએ. પ્રજાના જે ખરેખરા સેવકો છે તે જ ખરેખરા રાજાઓ છે. સર્વ જાતિઓના મનુષ્યનાં સંકટ ટાળવાં, પરસ્પર થતા અન્યાય ટાળવા, ગાયોનું, બ્રાહ્મણનું, સાધુઓનું રક્ષણ કરવું, અનાથનું રક્ષણ કરવું, શરણે આવેલી પ્રજાઓ પર કઈ જુલ્મ ન ગુજારે તે માટે પ્રજાઓના સંઘ તરફથી નિમાયેલ રાજ્ય, પ્રજા અને વ્યાપારાદિના રક્ષક તથા વ્યવસ્થાપકને રાજા જાણ.
“રાજાએ અન્યાય અને જુલ્મનો નાશ કરે. પરરાજ્યની પ્રજા જે દુખી, પરતંત્ર બનેલી હોય અને તેના પર અન્યાયજુલ્મ ગુજારતો હોય તથા તેના કર્મધર્મને અને જૈનધર્મને પાળવા. માં વિપત્તિઓ કે જુલ્મ થતા હોય, તે સામ, દામ, દંડ, ભેદાદિ નીતિનિયમોથી પરમાર્થબુદ્ધિએ ધર્મયુદ્ધ કરવા તખ્તર થવું જોઈએ, અને પ્રજાને ધર્મ-કર્મ અને ન્યાયમાં સ્વતંત્ર કરી, અન્ય ધમી ગ્ય રાજા બેસાડી રાજ્યવ્યવસ્થા કરવી જોઈએ.
પ્રજાઓના સંઘ તરફથી પરીક્ષાપૂર્વક વધુમતે ચૂંટાયેલ રાજા પ્રજાઓની સેવા અર્થાત્ રાજ્ય કરવાને અધિકારી બની શકે
For Private And Personal Use Only