________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩. રાજનીતિનું સ્વરૂપ
સિદ્ધાર્થે કહ્યું: “પ્રિય પુત્ર વર્ધમાન મહાવીર ! આપણું કુટુંબમાં, ક્ષત્રિયસંઘમાં, પ્રજાસંઘમાં, નૃપતિસંઘમાં તારી પૂજ્યતા, પ્રિયતા વૃદ્ધિ પામતી જાય છે. મારી અભિલાષા એ. છે કે નંદિવર્ધન અને તમે બન્ને મળી રાજ્યની વૃદ્ધિ કરે. રાજાઓએ પૃથ્વીથી, રાજ્યથી સંતોષ પામવો નહીં. આપણું રાજ્ય અન્ય રાજાઓના રાજ્ય જેટલું વિસ્તારવાળું છે, તે પણ તારા મામા ચેટક અને તારા શ્રેણિક માસાના રાજ્યથી મેટું નથી. માટે રાજ્ય–દેશમાં વૃદ્ધિ કરો અને અન્ય પ્રજાઓને પિતાની પ્રજા બનાવે.
તમે ઘોડેસવાર બની સારી રીતે યુદ્ધ કરી શકે તેવા છે,. યુદ્ધકલામાં પ્રવીણ છે, માટે મારી શિક્ષા પ્રમાણે વર્તો.”
મહાવીર પ્રભુએ કહ્યું: “પૂજ્ય પિતા ! આપનાં વચને શ્રવણ કર્યા. આપે અમારી અભિલાષાઓ માટે કહ્યું તે મારા માટે ચગ્ય નથી.
ગૃહસ્થાશ્રમમાં રાજકુમાર તરીકે ધર્મયુદ્ધાદિક કર્તવ્યમાં મારે ભાગ લેવો જોઈએ. પૂર્વે સોળમા તીર્થંકર શ્રી શાન્તિનાથ, સત્તરમા શ્રી કુન્થનાથ અને અઢારમા શ્રી અરનાથ તીર્થકર થયાતેઓ ચક્રવતી હતા. તેથી તેમણે ચક્રવતીની પદવીના ધર્મને અનુસરી ષટખંડની સાધના માટે યુદ્ધ કર્યા હતાં અને છેવટે ચક્રવત પદને ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કર્યું હતું. મારે રાજ્ય
For Private And Personal Use Only