________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યકત્વ સંસ્કાર
૨૧૩ થાય છે, એ અમને પૂર્ણ નિશ્ચય અનુભવ થયે છે અને તેમાં અંશમાત્ર પણ અસત્યતા નથી.
આપને નિષ્કામભાવે સર્વ દેહાદિ કર્મે અર્પણ કરીશું. સર્વ કર્મ અને વિચારોને વીરાર્પણ કરીને અમે સર્વ કર્તવ્યકર્મો અને વિચાર કરીશું.
શુદ્ધ પ્રેમાદ્વૈતમાં આપને અદ્વૈત એક વીરરૂપે દેખીએ છીએ.
“સવ નદીઓ, સર્વ સાગરે, સર્વ પર્વતે, ઉત્તમ જાતિનાં વૃક્ષ, કલ્યાણક સ્થળો, શત્રુંજય, ગિરનાર, હિમાલય, કૈલાસ, હિમાલયેત્તર પર્વત, કાશ્મીર પર્વત વગેરે સર્વ પર્વતો સ્થાવર તીર્થ છે. તે તીર્થોમાં આપના નામનાં મંદિરમાં, પવિત્ર વૃક્ષસ્થળેમાં, સર્વનદીના કાંઠે આપના સમ્યકત્વ-સંસ્કારને જે ભવ્ય મનુષ્ય ગ્રહણ કરશે તેઓ અવશ્ય અમારી પેઠે આપને પ્રાપ્ત કરશે. અનેક ગૃહસ્થ તથા ત્યાગીઓ પવિત્ર સ્થાવર તીર્થોમાં જૈન ધર્મનાં વિદ્યાલયો સ્થાપીને, આપના સમ્યકત્વ–સંસ્કારને પામી, પાકા આત્મજૈનો બની, કલિયુગમાં આપના જન્મનક્ષત્રમાંથી ભસ્મગ્રહ ઊતર્યા પછી આપના ધર્મને સર્વત્ર પ્રચાર કરશે અને જૈનધર્મીઓમાં ઉત્પન્ન થયેલી સંકુચિત દષ્ટિઓની ભ્રમણાઓનું નિવારણ કરશે, એમ હવે આપના સંસ્કારબળે ઉત્પન્ન થયેલ જ્ઞાનથી જણાય છે.
“શ્રી પાર્શ્વનાથ પ્રભુથી અઢીસેં વર્ષે આપે પરમાત્મમહિમાધારક, અનંતગુણ-પર્યાયકલાયુક્ત મહાવીર પ્રભુ થયા છે, એ હવે અમને આન્તરિક અનુભવ પ્રગટ્યો છે. તેથી અમે અમારા આત્માઓને ધન્ય ધન્ય માનીએ છીએ અને ભારતને જ્ઞાનપ્રકાશ પ્રગટશે એમ માનીએ છીએ.
જંગમતીર્થરૂપ શુદ્ધાત્મ મહાવીરના જ્ઞાતા એવા આપના
For Private And Personal Use Only