________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યકત્વ સંસ્કાર
૨૧૧
ખળ એ તે આત્મરૂપ વીરમાં રમણતા, લીનતા, એકતારૂપ ચારિત્ર પ્રાપ્ત કરાવનાર જાણવું. કલિકાલમાં સમ્યકત્વ-સંસ્કારી એવા મારા ગૃહસ્થ અને ત્યાગી જૈનો મારા પ્રેમમાં મસ્ત બનીને સવ કન્યકર્મો, કે જે તેઓને ચાગ્ય લાગે તે, કરવા છતાં મારા શુદ્ધાત્મવીર સ્વરૂપને પ્રાપ્ત કરશે. કેટલાક તેા મારા પ્રેમમાં તલ્લીન બનીને માહ્ય વિશ્વમાં ખાદ્ય વ્યવહારના ઉપચેાગના અભાવે ગાંડા જેવા વિચરશે. તેઓ અવધૂત-ભક્ત, લોકસંજ્ઞા દેહસ જ્ઞાતીત જેવા મહાચેાગી જાણવા.
કેટલાક સમ્યકત્વ-સંસ્કારી ભક્તો ઉપરથી વિકલના જેવું આચરણ કરશે અને અન્તરથી મારા શુદ્ધાત્મરૂપમાં લીન થઈ રહેશે. કેટલાક તેા શુદ્ધાત્મ મહાવીરરૂપ મને જાણી-અનુભવી અનેક પ્રકારનાં વાજિ ંત્રો વડે મારા સ્વરૂપને ગાશે અને શબ્દ દ્વારા અતિજાગ્રત મારી દશાને અમૃતસ્વાદ ગ્રહણ કરશે.
‘કલિકાલમાં કેટલાક શુદ્ધ પ્રેમીભક્તો મારા સમ્યકત્વ-સંસ્કાર ગ્રહણ કરીને, મારા નામનો જાપ જપ્યા કરીને, હૃદયમાં સાકાર અને નિરાકાર વીરાત્મરૂપને સાક્ષાત્કાર કરી મને પામશે અર્થાત્ તે જીવન્મુક્ત બનશે.
‘અનંત ભવમાં, અનંત અવતારે માં અસંખ્ય ગુરુ પાસે, અન્ય દેવોના અને દેવીએના સંસ્કારેથી જે મુક્તિપદ મળતુ નથી, તે શુદ્ધ પરબ્રહ્મ મહાવીરરૂપ મને જાણીને મારા સમ્યકત્વ-સંસ્કાર અંગીકાર કરવાથી એક ક્ષણમાત્રમાં મળે છે. માટે પ્રજા અને નૃપતિસંઘ ! તથા ભારત દેશમાં અને અન્ય દેશમાં રહેલા સ મનુધ્યેા! મારા સમ્યકત્વ-સંસ્કાર ગ્રહણ કરેા. શંકાથી તમે મરણુ પામશે। અને શ્રદ્ધાથી તમે અવિનશ્વર થશેા. તર્ક, વાદવિવાદો, પ્રમાણેા, શાસ્ત્રસ’જ્ઞા વગેરેને ત્યાગ કરીને મારી શ્રદ્ધા કરો.
પિડ અને બ્રહ્માંડમાં રહેલા અનેક મેહાદિ દૈત્યાના નાશ કરનાર હું છું. જડમાં ચેતનશક્તિયુક્ત અને જડથી ભિન્ન
For Private And Personal Use Only