________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યકત્વ સંસ્કાર
૨૦૯
જે મારે પૂર્ણ શ્રદ્ધાળુ અને જ્ઞાની ભક્ત હોય એવા ગૃહસ્થ બ્રાહ્મણ ગુરુ તથા ત્યાગીની પાસે મારો સમ્યકત્વ સંસ્કાર કરાવો. જ્યાં સુધી મારું શરીર હયાત છે ત્યાં સુધી હું પોતે સમ્યકત્વ સંસ્કાર કરીશ, પાછળથી મારા ભક્તો કરશે. કોઈ સ્થાનમાં કે ક્ષેત્રમાં જે મારે ભક્ત બ્રાહ્મણ ન મળે, તે ગૃહસ્થ ક્ષત્રિય સમ્યકત્વ-સંસ્કાર કરો. તેના અભાવે, ખાસ કારણ પ્રસંગે, વચ્ચે સમ્યકત્વ–સંસ્કાર કરાવો. વૈશ્યના અભાવે શુદ્રને સમ્યકત્વનો સંસ્કાર કરાવો. ત્યાગી ગુરુના અભાવે કોઈ કાળે કે કઈ ક્ષેત્રે જેન બ્રાહ્મણ આદિએ બ્રાહ્મણ વગેરેને જૈન સમ્યકત્વસંસ્કાર કરાવે.
બાળક અને બાલિકાએ જ્યારથી સમજી શકે ત્યારથી તેઓને સમ્યકત્વ-સંસ્કાર કરાવો. તેમને સાંસારિક, વ્યાવહારિક કે ભાષાદિ કેળવણી સાથે જૈન ધાર્મિક કેળવણી તરીકે મારા ઉપદેશામૃતમય પવિત્ર પુસ્તકનો અભ્યાસ કરાવો. જ્યારે તેઓ ગૃહસ્થાશ્રમને લાયક બને, ત્યારે પ્રતિજ્ઞા લેવડાવીને લગ્નસંસ્કાર કરાવવો અને તેઓ પણ લીધેલી પ્રતિજ્ઞાઓ પ્રમાણે વર્તે.
આત્મરૂપ વીર જ દેવ છે. તે ગુરુ છે અને ધર્મ પણ છે. તેમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યના ધર્મોની સર્વ દષ્ટિઓ સમાઈ જાય છે. તે સત્તાનયની અપેક્ષાએ એકાત્મરૂપ અદ્વૈત છે. તે વ્યવહારની અપેક્ષાઓ–ભિન્નભિન્ન આમવ્યક્તિની અપેક્ષાએ અનેક આત્માઓ છે, તેથી અનેકરૂપ છે. તે જ ગુણ-પર્યાયની અપેક્ષાએ અનેકરૂપ છે. તેથી એકાત્મવાદદષ્ટિને અને અનેકાત્મવાદદષ્ટિને આત્મવીરરૂપ મારામાં સમાવેશ થયેલ જાણવો. દ્રવ્યની અપેક્ષાએ આત્માદિ દ્રવ્ય નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, માટે નિત્યાદિક જ્ઞાનને મારામાં સમન્વય જાણ
ઈશ્વરદષ્ટિ, કર્તવદષ્ટિ, અકતું વદષ્ટિ, નિત્યદષ્ટિ, ક્ષણિક દષ્ટિ આદિ અનેક દૃષ્ટિએ થયેલાં દર્શને સર્વે મારામાં
૧૪
For Private And Personal Use Only