________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ્ય સરકાર
૨૦૭
સમ્યકત્વને સંસ્કાર કરી, જિનેપવીત પહેરાવી અથવા બીજી કઈ શાહ્ય પવિત્ર વસ્તુનું ચિહ્ન કરાવી, મારા નામને મંત્ર જાપ કરી, સમ્યકત્વને પાઠ ભણવે.
જે જે જમાનામાં જે જે ભાષા જીવતી હોય અને સમ્યકત્વસંસ્કાર જેના પર કરવાનું હોય તેઓ જે ભાષાને સમજતા હોય તે ભાષામાં મનુષ્ય પર સમ્યકત્વસંસ્કાર કરે. ત્યાગી અને ગૃહસ્થ ગુરુએ સમ્યકત્વને મંત્ર મનુષ્યોને સમજાવો. દેવ, ગુરુ, સંઘ અને આત્માની શાખે મને દેવ, ગૃહસ્થ અગર ત્યાગી કે જેણે મારે નિશ્ચય કરાખ્યો હોય તેને ગુરુ તથા સંઘ અને ધર્મ એ ચારનું શરણ કરાવવું–ચારને માનવાને નિશ્ચય કરાવે. તે નિશ્ચય કબૂલે એટલે તેના મસ્તક પર પવિત્ર ચૂર્ણને વાસક્ષેપ કર. યથાશક્તિ ઉત્સવ કરે. સાધમીઓની ભક્તિ અને ગરીબ ને દાન દેવાં. દેવના અભાવે પ્રતિમા તથા આચાર્યને ગ્રહણ કરવા.
“બ્રાહ્મણે, જે મારા જ્ઞાની ભક્તો છે, તેઓએ બ્રાહ્મણોને તથા ક્ષત્રિયાદિ અન્ય જાતિઓને સમ્યકત્વને સંસ્કાર કરવો. ત્યાગી ગુરુઓએ બ્રાહ્મણે વગેરેને સમ્યકત્વને સંસ્કાર કરાવ, પરંતુ ગૃહસ્થ ગુરુઓને સાથે રાખી તેઓને દાન અપાવવું. મારા જૈન બ્રાહ્મણનું જૈન રાજાઓ વગેરેએ પિષણ કરવું. સમ્યકત્વને સંસ્કાર દ્રવ્ય અને ભાવથી ગ્રહણ કર. મારામાં સર્વ દેવની અને દેવીઓની ભાવના કરવી. મારામાં સર્વ દેવે વગેરે સમાઈ જાય છે અને ગૃહસ્થ–ત્યાગી જૈન ગુરુમાં સર્વ જાતના ગુરુઓ સમાઈ જય છે એ પૂર્ણ નિશ્ચય કરો. એ જ રીતે જૈનધર્મમાં સર્વ પ્રકારના પ્રચલિત ધર્મો સમાઈ જાય છે એ દઢ નિશ્ચયરૂપ સંસ્કાર કરે અને પશ્ચાત્ બ્રહ્મચર્યાશ્રમ તથા ગૃહસ્થાશ્રમ વગેરે આશ્રમ સ્વીકારવા. સમ્યકત્વના સંસ્કાર વિના એક ક્ષણમાત્ર પણ જીવવું શ્રેયસ્કર નથી, એમ જાણુંને મનુભ્યએ મારા ભક્ત બનવું.
For Private And Personal Use Only