________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વરૂપ દર્શન
૨૭૪ આપના વિશ્વરૂપમાં અનેક નાડીએરૂપ નદીઓ અને ઉધરસ્થ સ્થાનમાં અનેક સાગરે દેખાય છે. પૃથ્વી, પાણી, અનિ અને વાયુના અધિષ્ઠાયક દેવ આપની આજ્ઞા પ્રમાણે વિશ્વની વ્યવસ્થા અને તેના રક્ષણમાં પ્રવૃત્તિ કરે છે. વિશ્વરૂપમાં પ્રાણલિખિત દેવ અને દેવીઓ આપનું વીરનામ ભજે છે.
નરનારાયણ, વિશ્વામિત્ર, બૃહસ્પતિ વગેરે આપના વીર નામના શ્વાસોચ્છવાસે જાપ જપ્યા કરે છે. ચિત્રગુપ્તરૂપ મન આપની પાસે રહી, આપની આજ્ઞા પ્રમાણે સર્વાત્માઓનાં કર્મોના સંસ્કારને પોતાનામાં ધારણ કરે છે અને તે પ્રમાણે અવતારે લેવામાં નિમિત્તરૂપે પરિણમે છે.
હે ભગવન! આપ સર્વ વિશ્વાત્મસત્તારૂપ–સર્વત્ર વ્યાપક દેખાઓ છે. આપ અમારા ત્રાતા, શરણુદાતા છે. આપનાં અસંખ્ય પદે, અસંખ્ય નયને, અસંખ્ય કર્ણો, અસંખ્ય–અનંત હૃદ અને અનંત બુદ્ધિઓ છે. આપનું વિરાટ સ્વરૂપ દેખી અમે આપની સ્તુતિ કરીએ છીએ. અમને આપની અનંત શક્તિઓને પૂર્ણ નિશ્ચય થયો છે. હવે આપની શક્તિઓની માયા સંકેલ. કૃપા કરી મૂળરૂપે દેખાઓ.”
મહાવીર પ્રભુએ કહ્યુંઃ “નૃપતિસંઘ ! પ્રજાસંઘ ! તમને વિશ્વરૂપનાં દર્શન કરાવ્યાં. તે તે ગની એક કલાની અંશરૂપ લીલા છે. ગીઓ વિશ્વદર્શન કરાવે છે તેમાં કંઈ આશ્ચર્ય નથી. હું આવી અનંત ગલીલાઓને દેખાડવા સમર્થ છું. અનંત પ્રકારનાં અનંત વિશ્વરૂપ તમને ક્ષણમાં દેખાડવા સમર્થ છું. હું જડ પરમાણુઓને સંકલ્પમાત્રમાં અનેક આકારમાં પરિણમાવવા સમર્થ છું. હું અનંત જડ પદાર્થરૂપ દશ્ય સૃષ્ટિને અનેકરૂપે કર્તા છું, જોક્તા છું અને હર્તા છું.
“મારા પરબ્રા પરમાત્માની સાથે મને યોગને સંબંધ છે ત્યાં સુધી મનગના સંબંધે શરીર, મન, વાણી, કર્યાદિ
For Private And Personal Use Only