________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વરૂપ દર્શન
૨૦૧ ગુણે અને પર્યાની અપેક્ષાએ તથા આત્માઓના જ્ઞાનમાં યપરિણામે પરિણમેલા જડ-ચેતન પર્યા, જે અસ્તિ-નાસ્તિરૂપ અર્થાત્ સત્ અને અસત્ રૂપ પર્યાની અપેક્ષાએ અનેકરૂપ દેખાઓ છે, જણાવ્યું છે, અનુભવાઓ છે.
અહો ! આપની આવી સત્તા-વ્યક્તિરૂપ, દ્રવ્ય-પર્યાયરૂપ, ય-પર્યાય તથા જ્ઞાન-પર્યાયરૂપ લીલાને કોઈ પાર પામી શકે તેમ નથી. અહ! આપની અનંત શક્તિઓ, અનંત દષ્ટિઓનું અનેક નોની અપેક્ષાએ અવલોકન કરનારી કૃતિઓ પણ “નેતિ નેતિ’ કહી પાછી ફરે છે. એવા આપના નિરાકાર સ્વરૂપને કઈ પાર પામી શકે તેમ નથી.
આપના વિશ્વરૂપમાં પુગલાસ્તિકાય અર્થાત્ જડ દ્રવ્ય, કે જે આપના જ્ઞાનમાં પરિણામે પરિણમીને જ્ઞાનના અસત્ય પર્યાયને ભજે છે, તે પૃથ્વી, જલ, વાયુ, અગ્નિરૂપે પરિણમીને અનેક કાર્યો કરતું પ્રકૃતિસ્થલતાને પામેલું દેખાય છે. - “હે વિશ્વપ્રભો! આપના જ્ઞાનમાં કથંચિત્ અભેદપર્યાય અને રેય પરિણામે પરિણમતું આકાશ સર્વત્ર વ્યાપી રહેલું દેખાય છે. તે આપમાં નાસ્તિપર્યાયરૂપે પરિણમે છે. આપના જ્ઞાનમાં તે ઉત્પાદ–વ્યય-ધ્રુવતાના પરિણામને પામે છે. આપમાં સર્વ વિશ્વ ખરેખર અસ્તિ-નાસ્તિ પર્યાના પરિણામે સમાય છે, માટે આપના સમાન કેઈ સમર્થ દેખાતું નથી.
“હે ભગવન! સર્વ અસ્તિ-નાસ્તિ પર્યાના આપ આધારરૂપ હોવાથી આપ વિશ્વરૂપ છે અને વિશ્વ આરૂપ છે. માટે જે - ભક્ત અને જ્ઞાનીઓ આપને વિશ્વરૂપ દેખે છે, વિશ્વને આપરૂપ દેખે છે અને આપને તથા વિશ્વને પિતાના આત્મારૂપ દેખે છે તેઓ આપરૂપ છે, તેમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી.
“હે ભગવન્! વિશ્વમાં પ્રગટેલાં અને હાલ જે દર્શને વિદ્યમાન છે તથા પાંચસો ત્રેસઠ મતની દષ્ટિએ આપના શ્રુતજ્ઞાનમાં
For Private And Personal Use Only