________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વરૂપ દર્શન
૧૯૭
“નાભિની નીચે સાત નરક પૃથ્વીઓ આવી છે. એકની નીચે એક એમ એકેક રાજમાનવાળી પૃથ્વીઓ દેખાય છે. આપના મસ્તક, સ્થાને સિદ્ધશિલા પિસ્તાળીસ લાખ જન પ્રમાણ વાળી દેખાય છે. તેમાં પાંચ પ્રકારના દેહથી રહિત, અનંત કેવળજ્ઞાન અને અનંત આનંદમય સિદ્ધ પરમાત્માઓ સ્વસ્વરૂપે સ્થિર થયેલા દેખાય છે.
“અહોહો ! આપના વિશ્વરૂપમાં વિશ્વવતી સર્વ પ્રદાર્થો દેખાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશ અને કાલ આપની અંદર રહેલા છે. પાંચ દ્રવ્ય આપની જ્ઞાનાજ્ઞા પ્રમાણે ઉત્પાદ-વ્યયરૂપે પરિણમતા દેખાય છે. નવ ત કે સાત તો આપની અંદર અનાદિઅનંતકાળરૂપ દેખાય છે આપને વિશ્વરૂપની બહાર કંઈપણ દેખાતું નથી. આપની જ્ઞાનતને પાર દેખાતું નથી. અંદર અને બહાર આપના રૂપ વિના અન્ય કશું દેખાતું નથી.
આપના આધારચક્રમાં રહેલા દેવે આપના વીર નામની સ્તુતિઓ ગાઈ રહ્યા છે. આધારચક્રમાં રહેલા ગણધર દેવતાઓ આપની આજ્ઞા પ્રમાણે વર્તી રહ્યા છે અને આપના નામવેદને જાપ કરતા જણાય છે. સ્વાધિષ્ઠાનચક્રમાં રહેલા જ્ઞાનદેવ અને દેવીઓ, રેહિણી પ્રમુખ સોળ દેવીઓ અને ચાર મહાદેવીએ તથા બાવન વીર વગેરે અસંખ્ય દેવે આપના તેજથી પ્રકાશી રહ્યાં છે. નાભિસ્થળમાં અસંખ્ય દેવ અને દેવીઓ “વીર મહાવીર એ પ્રમાણે આપના નામનો જાપ જપી રહ્યાં છે અને આપનું ધ્યાન ધરી રહેલાં દેખાય છે.
લક્ષ્મી, સરસ્વતી વગેરે અનેક દેવીઓ અને અસંખ્ય દેવે આપના સત્ય નામરૂપ વેદની સ્તુતિ ગાઈ રહેલાં છે. અનંત ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ અનેક વેદો, કૃતજ્ઞાનરૂ૫ વેદે, આગામે, વર્તમાનના વેદે, નિગમે, પવિત્ર શાસ્ત્રો આપની સ્તુતિ કરતાં
For Private And Personal Use Only