________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
નાભિસ્થળમાં આવેલા તિર્યગલોકના મધ્યભાગમાં અઢી દ્વીપ છે. તેની મધ્યમાં જંબુદ્વીપ, પછી ઘાતકીખંડ અને પછી પુષ્પરાવર્ત જણાય છે. નાભિદયમાં રહેલા તિર્યગલોકમાં છ ઉત્સર્પિણીના અને છ અવસર્પિણીના આરા દેખાય છે. પંદરા કર્મભૂમિના અને પંદર, અકર્મભૂમિના તથા છપન અંતદ્વીપનાં મનુષ્યક્ષેત્રો દેખાય છે. પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહમાં અસંખ્યાત મનુષ્ય અને પશુપંખીઓ દેખાય છે.
“પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી વગેરે જિનેશ્વર પરમાત્માએ દેખાય છે. તિર્યગલોકમાં રહેલા દેવતાઓ આપની સ્તુતિ અને ધ્યાન કરતા દેખાય છે.
“અઢી દ્વિીપના મનુષ્યો “વીર વીર મહાવીર’ એવા આપના નામનો જાપ કરતા દેખાય છે. નાભિની ઉપર હૃદયસ્થાનમાં સૌધર્મ દેવલોક વગેરે ઉપરાઉપર આવેલાં બાર દેવલોકનાં વિમાન ગળાના નીચલા ભાગ સુધી દેખાય છે. સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મદેવલોક, લાંતક, શુક્ર, સહસ્ત્રાર, આનત દેવલોક, પ્રાણુત દેવલોક, આરણ દેવલોક અને અચુત એ બાર દેવલોકનાં વિમાન છે. તેમાં દેવ, દેવીઓ અને ઈન્દ્રો સુખમાં વિચરતાં દેખાય છે. વિમાનની શેભાને પાર આવે તેમ જણાતું. નથી.
“તિર્યગલોકમાં રહેલા તપવ્રતધારી આત્માઓ દેવલોકમાં પ્રયાણ કરી જતા દેખાય છે. તે ઉપર ગળાના ભાગમાં ઉત્તરોત્તર વધતાં સુદર્શન, સુપ્રતિષ્ઠ, મનોરમ, સર્વતોભદ્ર, વિશાલ, સૌમ્ય, સૌમનસ, પ્રીતિકર અને આદિત્ય એ નવ વેયકનાં વિમાન દેખાય છે. અને તે ઉપર કપાસના ભાગમાં વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ વિમાનો આવેલાં છે. તેમાં કપાલના મધ્યભાગમાં સર્વાર્થસિદ્ધ વિમાન દેખાય છે. તેમાં એકાવતારી દે વિરાજમાન થયેલા દેખાય છે. તેઓની શેભાને, તેજને અને સુખનો પાર નથી.
For Private And Personal Use Only