________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧. વિશ્વરૂપ દર્શન
ભારતીય પ્રજા અને નૃપતિસશે કહ્યું: “પ્રત્યે મહાવીર ભગવન! આપના સદુપદેશ પ્રમાણે અમે વતીશું. અમે આપનાં વચનામૃતને હૃદયમાં ધારણ કરીએ છીએ.
આપ પરમેશ્વર છે. આપની શ્રદ્ધા ધારીએ છીએ. અમારા દિલમાં આપ એક છે અને પર્યાચે અનેકરૂપ છે. આત્મા તે જ કર્મ–ઉપાધિના વિચગે પરમાત્મા છે, એવો આપનો બોધ સત્ય છે. આપ અનેક ચમત્કારના સાગર છે, તે કૃપા કરીને અમારી પૂર્ણ શ્રદ્ધા થાય તે ચમત્કાર દર્શાવે.'
પ્રભુ મહાવીરે કહ્યું: “ભારતીય પ્રજા–નૃપતિસંઘ સ્વસ્થ થાઓ. મારું નામસ્મરણ કરીને એક વખતે આંખ મીંચી દે. જુઓ, તમારા હૃદયમાં ગભરાઓ નહીં. હાલે નહીં, બેલે નહીં. મારું અનત બ્રહ્માંડના બ્રહ્માંડરૂપ અને અનંત વિશ્વરૂપ દર્શન કરે. અનંત શક્તિને ધ્યાલ કરે.”
પ્રજા–પતિસંઘે કહ્યું “જય જય અનંત વિશ્વનાથ દેવા આપને નમસ્કાર છે. આપની અનંત શક્તિની લીલાને નમસ્કાર હા, આપ અનંત કેટરૂપ છે. આપ સર્વત્ર રહ્યા છે. આપના શરીરમાં ચૌદ રાજલક દેખાય છે. આપની નાભિની નીચે સાત રાજલોક અને ઉપર સાત રાજલોક રહેલા દેખાય છે. આપની નાભિની નીચે સાત પાતાલો આવેલાં છે. તેમાં ઉપર ભુવનપતિ અને વ્યંતર દેવ રહે છે અને નીચે નારકીઓ રહે છે. આપની નાભિમાં અસંખ્યાત દ્વીપે, અસંખ્યાત સમુદ્રો દેખાય છે.
For Private And Personal Use Only