________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર ભાવનાનું સ્વરૂપ
૧૯
સામું ધર્મયુદ્ધ કરી તેઓને નિષ્પક્ષપાત ધર્મરૂપ મધ્યસ્થભાવનાનું મહત્ત્વ સમજાવે.
કોઈપણ દેશની પ્રજા પર કોઈ દેશનો રાજા કે ત્યાંની પ્રજા -અન્યાય ન કરે અને વિશ્વના સર્વ મનુષ્યો એક કુટુંબ સમાન
બની મૈત્રી-પ્રભેદમાધ્યસ્થભાવે વર્તી એકબીજાના કલ્યાણમાં પિતાનું કલ્યાણ માને—એ મારે ઉપદેશ વિશ્વમાં અને સર્વ ખંડમાં ફેલાવો. દેશ, રાજ્ય, કેમ, જ્ઞાતિ સંબંધી પક્ષપાત ન કરો અને મધ્યસ્થ બની સર્વના હિતમાં તત્પર રહે. મારા સત્યધર્મના રાગી બને અને અસત્યધર્મના પક્ષપાતી ન બને. એકદમ સમજ્યા વિના કેઈપણ બાબત સંબંધી મત ન બાંધે. જેટલું સમજાય તેટલું સત્ય માને અને અસત્યનો પક્ષપાત ન કરે.
મારા ભક્ત જૈનેએ વિશ્વમાં મધ્યસ્થ ભાવનાનો ફેલાવો કરવા સર્વદા કટિબદ્ધ રહેવું. મારા ભક્તોમાં મધ્યસ્થ ભાવના એ મહાદેવી શક્તિ છે. મધ્યસ્થ ભાવનાવાળા મારા ભક્તો વીર્યવંત છે. સમજ્યા વિનાની આંધળી મધ્યસ્થ ભાવનાને તાબે થવું નહિ. મધ્યસ્થભાવે સર્વ પ્રકારની સત્ય દષ્ટિએથી વિચાર કરી, સત્ય ગ્રહણ કરી બળવાન બને; પરંતુ સત્ય અને અસત્યના મિશ્રભાવવાળા તથા તેવી પ્રવૃત્તિવાળા ન બનો.
મનુષ્ય ! મધ્યસ્થભાવથી તમે અનેક પ્રકારના કદાગ્રહ, મિથ્યા વાદે અને ભૂલથી બચી શકશે. મધ્યસ્થષ્ટિથી વિચારોની આપલે કરે. અસત્ય અને કદાગ્રહયુક્ત વ્યાવહારિક કે ધાર્મિક બંધનોમાંથી મુક્ત થાઓ. મધ્યસ્થષ્ટિથી દેશ, કેમ, રાજ્ય, સંઘાદિની વ્યવસ્થા કરો. પ્રજાસંઘ ! જે તમે મધ્યસ્થ બનશે તે જ તમારા આત્માઓમાં સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણે પ્રગટશે. માટે પક્ષપાતરહિત સ્વાદુવાદદષ્ટિરૂપ મધ્યસ્થભાવને-અનેકાન્તજ્ઞાનને ધારણ કરે, કે જેથી સર્વ નાની દષ્ટિએાએ તમે મારા મહાવીર એવા -પરબ્રહ્મસ્વરૂપને અનુભવી શકે.
For Private And Personal Use Only