________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
અધ્યાત્મ મહાવીર
૩. માધ્યસ્થ ભાવના :
પક્ષપાતરહિત મધ્યસ્થ બની સર્વ બાબતે વિચાર કરે. શામાં, વિચારમાં, આચારમાં એકાન્ત પક્ષપાતી ન બને, પણ મધ્યસ્થભાવે અનેકાન્ત યાને સ્યાદ્વાદદષ્ટિએ વિચાર કરી સત્યને ગ્રહણ કરે. મધ્યસ્થભાવ વિના મનુષ્યના વિચારથી અને પ્રવૃત્તિએથી અનેક અન્યાય થઈ જાય છે.
વિશ્વમાં, દેશમાં, કોમમાં, રાજ્યમાં, પ્રજાસંઘમાં, ચતુર્વિધ. સંઘમાં, ધર્મમાં અને સ્વકીય માન્યતાઓમાં મધ્યસ્થદષ્ટિ વિના પક્ષપાત, અન્યાય, અસત્ય, પાપ, હાનિ વગેરે નો પ્રવેશ થાય છે અને તેથી સર્વ જાતની પ્રગતિના ગર્ભમાં ગુપ્ત રીતે પડતી સડે પ્રવેશ કરે છે. માટે માધ્યસ્થભાવે સત્યને તપાસ અને પછી તેને ગ્રહણ કરે. રાગદ્વેષના પક્ષપાતથી સત્ય સૂઝતું નથી. માટે મિથ્યા રાગ અને દ્વેષનાં ચશમાંથી દેખતાં સત્યની પ્રાપ્તિ કરી, શકવાના નથી.
જે મારા ભક્તો બને છે અને મારી કૃપાને ચાહે છે તે મધ્યસ્થ બની, ન્યાયી બની સત્યને તળી શકે છે. પ્રાચીન પુસ્તકે માં એકાન્ત રાગી બની કદાગ્રહી ન બને, પણ મધ્યસ્થ બની લખેલા વિચારોની ચારે બાજુએ તપાસ અને સત્યને ગ્રહણ કરે.
અજ્ઞાન, મિથ્યાહ, શ્રેષાદિ પ્રકૃતિએને ટાળે અને પરબ્રહ્મ શુદ્ધાત્મરૂપ, કે જે રૂપ મારું છે, તેને અનુભવ કરે. પ્રજાસંઘ ! તમે સર્વ દેશના મનુષ્યને મધ્યસ્થભાવમાં આણે. સ્વાર્થ મય દષ્ટિને નાશ કરે અને મધ્યસ્થભાવ, કે જેના ગર્ભમાં પરમ સત્ય રહ્યું છે, તેને વિશ્વ, દેશ, સમાજ, સંઘ, ધર્માદિ માટે ઉપયોગ કરે. પક્ષપાતી બનીને કેઈના પર જુલ્મ ન કરો અને કેઈને નાશ પણ ન કરે, રાજ્ય, વ્યાપાર વગરના લેભથી પક્ષપાત કરી અન્યપ્રજાઓ પર જુલમ ન કરે અને અન્ય ખંડ કે દેશની પ્રજાએ તમારા પર પક્ષપાતથી જુલમ કરે તે કાલાનુસાર આત્મગથી
For Private And Personal Use Only