________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
અધ્યાત્મ મહાવીર દેખવાનું નથી અથવા તેથી નાખુશ થવા જેવું નથી. મનુચેની ધળી બાજુ દેખો અને ખુશ થાઓ.
“સર્વ જીવો સત્તાએ મારા શુદ્ધાત્મરૂપ છે. તેથી મારું જેવું રૂપ છે તેવું તેઓમાં રહ્યું છે એમ નિશ્ચય કરી ખુશ થાઓ. તમારી પિતાની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રમોદભાવનાથી તમારા આત્માએ શુદ્ધ થશે. દેષીએ પણ અમેદભાવનાથી આત્મન્નતિમાં આગળ વધવાના—એવા મારા ઉપદેશમાં વિશ્વાસ રાખો.
“મૈત્રી અને પ્રમોદભાવના ધારણ કરીને સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવાથી તમે મારી સન્મુખ આવશે. કર્મની વિચિત્ર દશાથી સર્વ મનુષ્યના વિચારની અને આચારોની સમાનતા વા નિર્દોષતા હોઈ શકે નહીં. માટે કોઈપણ જીવ પર ધિક્કાર કે તિરસ્કાર ન રાખો. તમે તમારી સ્થિતિમાં જેવા સારા છે તેવા અન્ય જીવો પણ સ્વ સ્વ સ્થિતિમાં સારા છે. મનુષ્યોમાં જે જે ગુણે અનુભવાય તે તે ગુણની પ્રશંસા કરે અને તેમને ધન્યવાદ આપો.
ગમે તેવા પાપીઓમાં, અધમીઓમાં પણ કઈ સારા ગુણ હોય છે. તેથી અધમાધમ જીવોને પણ તિરસ્કાર કરવો ચિોગ્ય નથી. પરંતુ તેઓના આત્માઓને દેખી, અશુભ કર્મોની ઉપેક્ષા કરી, તે ધર્મમાર્ગે વળે એવું તેમને શિક્ષણ આપવું.
“મિથ્યાત્વ ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનક પર્યન્તના આત્માઓ ગુણ છે. અંશે અંશે પ્રથમથી ગુણસ્થાનક પ્રગટે છે. તેથી મિથ્યાત્વીઓમાં પણ ગુણસ્થાનક દેખી હર્ષ ધારણ કરે. જીવો ઉત્કાન્તિમાર્ગે ચઢનારા છે, તેથી તેના વિચારમાં અને આચારમાં દેષ પણ હોય અને ગુણે પણ હોય, પરંતુ દેને રજોગુણ, તમોગુણ જાણુ ગુણોને પ્રશંસવા, એવી તમને આજ્ઞા કરવામાં આવે છે.
દામાં અને ગુણેમાં સમભાવ રાખવાથી અને સર્વ મનુષ્યોની સાથે મિત્રભાવે વર્તવાથી મારા પદની પ્રાપ્તિ અપ
For Private And Personal Use Only