________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ ન સાંભળે. કર્ણથી પવિત્ર શાને સાંભળો અને મારાં તત્ત્વ સાંભળવામાં કર્ણને ઉપયોગ કરો. કર્ણને વિવેકથી ઉપયોગ કરે.
મારી પેઠે તમારી જીભને સત્ય કહેવામાં, ધર્મ કહેવામાં ઉપયોગ કરો. વાણીને ધર્માર્થે ઉપગ કરે. વાણીથી સદુપયેગી શાઓને અભ્યાસ કરે. નિર્દોષ સત્ય વાણી વદવી એ મારી ભક્તિ છે.
તમારી આંખો વડે મારી આંખોની જેમ જેવું એ મારી ચક્ષુપૂજા છે. આંખ થકી દેવ, ગુરુ અને સારા મનુષ્યનાં દર્શન કરે. આંખ થકી શુભ પદાર્થો અને અશુભ પદાર્થોનું અવલોકન કરી સત્યને ગ્રહ. વિવેકથી સર્વ દશ્યોને દેખો અને હૃદયમાં સત્યને ધારે. દરેક પદાર્થનું અવેલેકન કરવું અને જ્ઞાન કરવું, પણ અસત્ય માર્ગમાં ન જવું. દેખીને આંધળા ન બનવું તે માટે આંખો છે. તે વડે મારી પૂજા કરે.
નાસિકા વડે ગંધનું જ્ઞાન કરે. શુભાશુભમાં સમભાવે રહી, નાસિકાના અગ્રભાગે દષ્ટિ સ્થાપન કરી મારી પૂજા કરે.
“સ્પર્શેન્દ્રિય વડે શુભાશુભ સ્પર્શનું જ્ઞાન કરે, પણ શરીરના ભેગો ભેગાવવામાં સમભાવ ધારો. એ મારી સ્પર્શેન્દ્રિય વડે પૂજા કરવાનું શીખો.
“પાંચે ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન કરો, પણ ઈન્દ્રિયેને દુરુપયેગ ન કરે. ઈન્દ્રિયોની શક્તિ કમી ન થાય તેમ ઈન્દ્રિયોને ઉપયોગ કરે. ઘણું અને હદબહાર જેવા-વાંચવાથી ચક્ષુનું બળ ઘટે છે. હદબહાર ઘણું સાંભળવાથી કર્ણનું બળ ઘટે છે અને તે બહેરે થાય છે. ઘણું બોલવાથી વીર્યને નાશ થાય છે. પાંચે ઈન્દ્રિયને કબજામાં રાખવી એ મારી પૂજા છે.
“મનમાં શુભ વિચાર કરવા અને અશુભ લેશ્યાના લિચાર આવવા ન દેવા એ તમારા વડે કરાયેલી મનપૂજા છે. મને ગુપ્તિ,
For Private And Personal Use Only