________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિ તથા યાનું સ્વરૂપ છેવટે એક ગાય રાખવી અને તેનું દૂધ પીવું. તેનાં વાછરડાઓને પૂરતું ધાવવા દેવું. ગોચર જગ્યાએ ગામ, પુર, શહેરની ચારે આજુએ રાખવી. ત્યાં મનુષ્યએ ઝાડે જવું, કે જેથી તેઓનું શરીર આરોગ્યકારી રહે.
“મારા ભક્તોએ સૂર્યનાં કિરણેનું વિધિપૂર્વક સ્નાન કરવું, અને જળ, વાયુથી વિધિપૂર્વક સ્નાન કરવું. મારા ભક્તો! તમારે રેગના કે દુષ્કાળના વખતમાં તથા અન્ય પ્રસંગોમાં દેશ, રાજ્ય અને ધર્માદિના રક્ષણ માટે પરસ્પર એકબીજાને સહાય આપવી. મહામારી વખતે ગામ, શહેર વા ઘરમાંથી નીકળી શુદ્ધ હવાપાણીવાળાં સ્થાનકમાં જવું. ચારો અને લુટારાઓને શાસન કરી તાબે કરવા. વ્યભિચાર કરનારાઓને અને સૃષ્ટિવિરુદ્ધ કર્મ કરનારાઓને શાસન કરી પ્રજાસંઘની ઉન્નતિ કરવી. અતિશય મજશેખથી તમારે નાશ ન થાય તે માટે સદાકાલ અપ્રમત્ત રહો. મોજશોખ
અને એશઆરામથી સર્વ શક્તિઓ નષ્ટ થાય છે, માટે ચેતીને ચાલે. રાજ્ય, દેશ, કેમ, સંઘ, ધર્મની શક્તિઓમાં વૃદ્ધિ કરે. સર્વ પ્રકારનું બળ પ્રાપ્ત કરે, સર્વ કળાઓમાં કુશળ બને. કળા વિના દુનિયામાં લેકે ગુલામ બને છે અને છેવટે તેઓની પરંપરાને નાશ થાય છે. પ્રજાસંઘ ! તમે ભેગા મળીને પ્રજાસંઘનાં હિતનાં કર્મો કરે. મૂખને, દ્રોહીને, મારા પર શ્રદ્ધા નહીં રાખનારને અને ભીરુને તમારા સંઘને ઉપરી ન બનાવે. આત્મબળથી પ્રતિપક્ષીઓની સામે લોભા રહો અને તેઓને મારા ભક્ત બનાવો. કેઈન પર અત્યાચાર, અન્યાય ન કરે. પ્રજાસંઘ ! સર્વ પ્રકારની વિદ્યાકલાઓની ઉપાસના કરે અને મારી આજ્ઞા પ્રમાણે સદા વર્તો.” પ્રભુની અંગપૂજાનું રહસ્ય:
પ્રજાસંઘ ! તમે મારા પગને પૂજે છે. તેનું રહસ્ય ગ્રહણ કરે. મારા પગને પૂજીને મારા પગ સમાન તમારા પાદને–પગને કરે, અર્થાત્ મારા પગની પેઠે તમારા પાદેને સેવામાર્ગમાં વાપરે
For Private And Personal Use Only