________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
અધ્યાત્મ મહાવીર ઉત્સર્ગ ધર્મ અને આપદુધર્મથી સ્વાધિકાર અલ્પ દેષ અને મહાધર્મ જાણ કર્મો કરે. બ્રાહ્મણનું, સાધુઓનું, ગાયનું અને પશુઓનું રક્ષણ કરે. તમારાં ઘરોમાં અને રસોડામાં સૂર્યનાં કિરણોને તથા શુદ્ધ હવાને પ્રવેશ થાય એવી વ્યવસ્થાથી બાંધો. દરેક બાબતના એારડા વગેરે જુદાજુદા કરે. એક ઘર અને બીજા ઘર વચ્ચે અંતર રાખે. પશુઓના છાણનાં ઉકરડાઓને ગામ અને ઘરથી દૂર રાખે. ઘરને સાફસૂફ રાખે. ગામની અને ઘરની હવા ન બગડે તથા કૂવાઓનું જળ ન બગડે તેવી વ્યવસ્થા કરે. કૂવા, વાવ વગેરેમાં સૂર્યનાં કિરણે સાત-આઠ કલાક પડે એવી વ્યવસ્થાથી કૂવા, વા વગેરે બંધાવો. ઘરની પાસે પણ બહુ ન ઢળે. સૂર્યનાં કિરણે પડે ત્યાં સ્નાન કરે. મલિન પદાર્થો તેમ જ મળમૂત્ર વગેરે સૂર્ય. કિરણેથી સુકાઈ જાય એવી વ્યવસ્થા કરે. ગામમાં, ઘરમાં દુર્ગધી જળ, મળ વગેરે જવા માટે પૃથ્વીમાં ગટરે ન કરે, કારણ કે ત્યાં સૂર્યકિરણે નહીં પહોંચવાથી રોગકારક જંતુઓની ઉત્પત્તિ થશે.
“ગ્રામ, નગર અને શહેરથી એકેક ગાઉ, અગાઉ અને છેવટે પા ગાઉ સુધી ગેચર જગ્યા રાખો. ગૃહસ્થાવાસમાં હું તમને આવી આજ્ઞાઓ આપવા અને બેધ દેવા સમર્થ છું. તળાવ ગામ-નગરથી પા ગાઉ દૂર રાખે. ચેમાસામાં ગામમાં વા શહેરમાં ખાડાઓમાં દુર્ગધી જળ રહેવા ન દે, કારણ કે તેથી વરાદિ રેગે ફેલાશે. માટે અપ્રમાદી બને. ઘરની પાસે દુગધી જળ, મળ ભેગું કરવાના ખાડા કરવા નહીં. તે માટે સાવધાની રાખે. ઘરમાં સર્પાદિ ભરાઈ ન રહે તે માટે સારી વ્યવસ્થા રાખે. ગાને ચરવા માટે ગોચર રાખે. મારા ભક્તોએ ઘેર ઘેર ગાય રાખવી,
For Private And Personal Use Only