________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ તથા યાનું સ્વરૂપ
૧૭૭
આપના શરણે અમે આવ્યા છીએ. આપે આત્માને મૂળદ્રવ્યરૂપે નિત્ય પ્રકાર છે અને આત્માના અનંતગુણ પર્યાને અનિત્ય, ઉત્પાદ-વ્યયરૂપ કે લય-સર્ગરૂપ પ્રકાશ્યા છે. શુદ્ધાત્મારૂપ વીર સત્તાએ સર્વ જીવોના ઘટે ઘટે વ્યાપી રહ્યા છે અને તે ગુણપર્યાયની શુદ્ધતાગે સર્વ ના ઘટે ઘટે વ્યક્ત મહાવીર, વીર, વર્ધમાનરૂપે પ્રકાશિત થાય છે, એમ સત્યપદેશ જણાવ્યું છે.
વીર, આત્મા, ચેતન, બ્રહ્મ, પરબ્રહ્મ વગેરે આપનાં નામે છે. તેના શબ્દાર્થને હૃદયમાં વિચારનારાઓ પિતાના વીરરૂપ આત્માને, હાદિ દૂર કરીને, વ્યક્તભાવ કરે છે. મનુષ્ય પિતાના હૃદયમાં લયલીન બનીને આપનું અનંત નૂર દેખવા સમર્થ બને છે. બ્રહ્મ-આત્મારૂપ વીર ભગવાન વિના કેઈપણ દેહધારીના હૃદયમાં વા વિશ્વમાં અન્ય દેવ નથી, એમ અમને અનુભવ થયો છે. તેથી અમારા વિચાર અને આચારો જૈનધર્મરૂપ થયા છે. ગમે તે વર્ણને મનુષ્ય ગમે તે ગુણકર્માનુસાર કર્મ કરે, આચરણ કરે, તેપણ તે શુદ્ધાત્મવીરરૂપ સ્વયં ભગવાન બને છે અને મિથ્યાત્વમેહનો નાશ કરે છે.
આત્મા એ જ વીરપ્રભુ છે. અનંત વ્યક્ત શક્તિઓના સ્વામી આપ પરમાત્માએ આત્મારૂપ વીરના બાહ્ય ભેદ તો ઉપચારરૂપ છે. વ્યાવહારિક છે અને તે સત્ય નિશ્ચયપ નથી—એમ જણાવીને આત્માઓની સમાનતાનો તેમ જ એકસરખી શુદ્ધતાને પૂર્ણ ખ્યાલ આવ્યો છે.
- “આપ પ્રભુએ રાજય અને ધર્મનીતિઓને પ્રકાશ કરી તેના ગ્રન્થ રચવાની આપના ભક્ત ઋષિઓને આજ્ઞા કરી છે, આપની અનંત શક્તિના પ્રતાપે આપના વિચારોની અમાસ પર સત્ય અસર થઈ છે. આપે પ્રજાસંઘને અને રાજાઓને આત્મભાવે-સમાનપણે વર્તવાને ઉપદેશ આપે છે. સર્વ વર્ણોના હકોને માન્ય કરી, સર્વત્ર એકસરખી રીતે આજીવિકાદિનું સુખ મળે
૧૨
For Private And Personal Use Only