________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૭૫ -અનુભવ આપે છે. તેથી અનેકાન્ત-સ્વાદુવાદ વેદ, સાપેક્ષ વેદની
અમને અનુભવમૂલક શ્રદ્ધા થઈ છે. તેથી અમારા સર્વ દુરાગ્રહ ટળી ગયા છે અને હદયમાં સમ્યકત્વને પ્રકાશ ખીલ્યો છે. તેથી આત્માના નિર્મલજ્ઞાનમાં સર્વ વેદ ઊપજે છે અને વિનાશે છે. આત્મામાં ભૂતકાળના અનંત વેદોને અનુભવ થયે છે, વર્તમાનને થાય છે અને ભવિષ્યમાં અનંતજ્ઞાનરૂપ જે વેદ છે તેને અનુભવ થવાનો છે.
“આત્મા જ્ઞાન પ્રગટાવીને શ્રુતજ્ઞાનરૂપ દેને મેહસાગરમાંથી ખેંચી લાવે છે. આત્માનાં જેટલાં નામે છે તે જ આપનાં સર્વ નામે છે. તેમાં વર, મહાવીર, વર્ધમાન, અરિહંત, જિનેશ્વર વગેરે આપનાં નામે મુખ્ય છે. તે નામનું અવલંબન લઈને જે આપની દ્રવ્ય તથા ભાવથી ઉપાસના કરશે તે પરમાત્મપદ પામશે એવો નિશ્ચય કરીને અમે આપની ઉપાસના કરીએ છીએ. આપની ઉપાસનામાં, ભક્તિમાં, ધ્યાનમાં મન, વાણી અને કાયાની જરૂર છે. આત્મારૂપ વીરપ્રભુ! તમારી પ્રાપ્તિમાં મન, વાણું અને કાયા સમાન કોઈ અન્ય સાધન નથી. આપની આરાધના કરવામાં સર્વ વેદ અને પવિત્ર શાસ્ત્રોની ઉપગિતા છે. સર્વભાષામય અક્ષરરૂપ એવાં સર્વ પવિત્ર શાસ્ત્રો આપની સ્તુતિ અને ભક્તિ કરે છે. સર્વ વિશ્વ આપની આજ્ઞા પ્રમાણે વર્તે છે. આપની આજ્ઞાથી જે વિરુદ્ધ ચાલશે અને જે આપને તથા આપનાં વચનામૃતને વેદરૂપ નહીં માને તે અનેક અવતારે લઈ અનંત દુઃખ પામશે.
“આપ પરમાત્મા, પરમેશ્વર, જગન્નાથ, પુરુષોત્તમ, સાકાર પ્રભુ અને શરીર વિના નિરાકાર મહાવીર પ્રભુ છે. આપને વંદી હવે અમે સ્વસ્થાને જઈએ છીએ. આપની કૃપાને ચાહીએ છીએ.”
ત્યાર બાદ સમસ્ત પ્રજાસ ઘે ભગવાનને કહ્યું: “અમે સર્વવર્ણય પ્રજાજનો, હે મહાવીર પ્રભે! આપને નમીએ છીએ, વંદીએ છીએ, પૂજીએ છીએ અને આપની આજ્ઞાઓ પ્રમાણે
For Private And Personal Use Only