________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૭૩ થઈને આવે છે તેને ખાવાપીવાને સત્કાર કરે. સર્વ દેશના મનુષ્યોએ એકત્ર બની પુણ્યકર્મો કરવાં. તેથી દેશપુણ્ય બંધાય છે અને તે દેશમાં ક્ષેમ, આરોગ્ય, મંગલ અને સુખ પ્રગટે છે. તે પ્રમાણે સમાજે સંઘ, ભેગા થઈને સામાજિક પુણ્યકર્મો કરવાં.
ગુરુકુલે, ધાર્મિક વિદ્યાપીઠે વગેરે સ્થાપવાં તે ધર્મયજ્ઞપુણ્યયજ્ઞ છે. ગમે તે જાતના મનુષ્યને મારો જૈનધર્મ પમાડવો તે મહાધર્મયજ્ઞ છે. તેથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મારા ભકતે સર્વજાતીય મહાત્માઓની, સાધુઓની અને સાધવીઓની પ્રાણર્પણ કરીને સેવા કરવી તે સર્વોત્કૃષ્ટ મહાધર્મને છે. મારા ભક્તઋષિઓની મારી પેઠે સેવા કરવી અને તેમાં અભેદ, અદ્વૈતભાવ ધારણ કરવો તે સર્વ યજ્ઞોમાં પરમ ધર્મયજ્ઞ છે. મારા ભક્ત બ્રાહ્મણની, ક્ષત્રિની, વૈશ્યની અને શૂદ્રોની સર્વ પ્રકારે આત્મપ્રેમભાવે ઉન્નતિ કરવા પ્રયત્ન કરવો તે વર્ણ ધર્મયશ જાણો.
સર્વ જાતિના મનુષ્યએ એકબીજા આત્માને મારા નામપૂર્વક નમસ્કાર કરવા તે નમસ્કારયજ્ઞ જાણો. નમસ્કારયજ્ઞમાં મારી ભક્તિ રહેલી છે. નમસ્કારયજ્ઞને જે તિરસ્કાર કરે છે તે મારો અર્થાત્ પરમાત્માને તિરસ્કાર કરે છે. મારા કલ્યાણક દિવસોમાં મહત્સવ કરી સર્વ ભક્ત મનુષ્યને જમાડવા તે સંઘયજ્ઞ યાને સંઘભક્તિ-સાધમિક વાત્સલ્ય જાણવું. - “મારા કહેલા વચનામૃતને ફેલાવવા તે જ્ઞાનયજ્ઞ અને મારી શ્રદ્ધા તે સમ્યકત્વયજ્ઞ છે. મારા ભક્તોએ પરસ્પરના મતભેદ કે આચારભેદથી પરસ્પરમાં ભેદ ન માનતાં એક બની મારા જૈનધર્મને વિશ્વમાં ફેલાવો તે જનધર્મય–સત્યયજ્ઞ જાણ. મારી ઉપાસના, સેવા, ભક્તિ કરનારા ગૃહશે અને ત્યાગીઓ જે કાંઈ શુભાશય અને શુભેશથી કરે છે તે પુણ્યયજ્ઞો કે ધર્મ, એ જાણવા.”
For Private And Personal Use Only