________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૬૯ વિશ્વમાં પ્રચાર થશે. શ્રી પાર્શ્વનાથ તીર્થંકર પશ્ચાત આપ થોડા સૈકામાં પ્રગટવા, તેનું કારણ પરદેશી લેકેની સવારીઓથી ધર્મ શાસ્ત્રોમાં, આચારોમાં થયેલાં પરિવર્તને છે. આપ હવે બ્રાહ્મણદિ ચતુર્વણી મનુષ્યને ઉદ્ધાર કરે. હવે અમે સ્વસ્થનમાં જઈશું.”
પ્રભુ મહાવીરે કહ્યું : “મારાં કહેલાં તને, હે ત્રષિઓ ! પ્રચાર કરે. મારા કહેલાં ત અને ધર્મોને તેમ જ વ્યાવહારિક તથા ધાર્મિક સત્ય વિચારેને અનુકૂલ ગ્રન્થ રચે. તમે અત્યારે પ્રચલિત પ્રાચીન ગ્રન્થ, પુસ્તકને મારા કહેલાં સત્ય ત અનુસાર અર્થ કરો અને અસત્ય અર્થોને ઉડાવી દે. તમે વિશ્વમાં થયેલી ધર્મકર્મમાંની મલિનતા દૂર કરે. શુદ્ધાત્મરૂપ પરબ્રહ્મ મહાવીરરૂપને, હે ઋષિઓ! તમારામાં દેખે. તમારે શુદ્ધાત્મા મહાવીરરૂપ છે એમ તમને ધ્યાન કરતાં સમજાતાં મારું અક્ય અનુભવશે.
“હે મહર્ષિએ ! ત્યાગીએ ! મહાત્માઓ! નકામાં, અર્થશૂન્ય ક્રિયાકાંડે, શબ્દ અને વાક્યોમાં મન ન પરવો અને રાગ ન રાખે. તમે સર્વ આત્માઓ પરમાત્મારૂપ છે. તેમને જીવતાં વેદરૂપ માને અને તેમને જાગ્રત કરે.
દેહધારક આત્માઓને આત્મજ્ઞાન આપો. આત્મજ્ઞાની બનેલા મનુષ્યમાત્રને દેવ માન. મહર્ષિએ ! મનુષ્ય પર આત્મવત્ પ્રેમ રાખે. આર્યલકે ! નકામા, સાંકડા અને હાનિકારક વિચારે અને આચારોની જાળમાં ફસાઈને મતભેદેથી પરસ્પરના આત્માઓને ન ભૂલે, એ મારો આધ્યાત્મિક ઉપદેશ સર્વત્ર ફેલાવો.
મહષિઓ ! આત્મા જ પરમાત્મા બને છે એવો નિશ્ચય જાહેર કરો. તમારી આજુબાજુમાં રહેલા દેહધારક આત્માઓને મારા સમાન ગણી તેઓને સહાય કરે. કોઈપણ આત્માને તિરસ્કાર ન કરે. દેશમાં, કેમમાં, પ્રજા અને સંઘમાં સર્વત્ર
For Private And Personal Use Only