________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૬૭
આત્મા અને જડતત્વ, સાત તત્વ, અષ્ટ પ્રકારનાં કર્મની વ્યાખ્યા, ચતુર્દશ ગુણસ્થાનક, આત્માના ભેદ-પ્રકારે, આત્માનું કર્મ સહિત દશામાં દેહાદિ દ્વારા કતૃત્વ અને કર્મરહિત દશામાં અકતૃત્વ, પાંચ ભાવ, સાત નય, પંચદ્રાવ્યાત્મક લેકસ્વરૂપ, અકસ્વરૂપ, નરકવ્યાખ્યા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શનની વ્યાખ્યા તેમ જ ઋષભાદિક તીર્થંકર પરમાત્માઓની સ્તુતિઓ વગેરે અનેક તત્ત્વોનું વર્ણન આર્ય સત્યવેદમાં હતું. તેઓને નાશ અને અન્ય સૂક્તોને ઉમેરો થવાથી તથા હિમાલયેત્તર સમુદ્ર પર્યન્તવાસી અનેક પ્રજાઓના ત્રાષિઓએ આર્યદેશ તરફ કરેલી સવારીઓનાં કુદરતી વર્ણને પાછળથી દાખલ થયાં છે. મારા કાળમાં પણ અનેક સ્થાને વેદમાં ઉમેરણ થતાં જાય છે. તેથી સર્વજ્ઞ પરમાત્મા બનીને શ્રુતજ્ઞાનરૂપી વેદને ઉદ્ધાર હવે મારે કરવો પડશે. સર્વ વ્યાવહારિક, ધાર્મિક તથા નૈશ્ચયિક યજ્ઞનો પુનઃ ઉદ્ધાર કરવો પડશે અને કેવળજ્ઞાનયોગે તે હું વિશેષ પ્રકારે કરીશ.
“આત્મા, કર્મ, પરમાત્મા આદિ તની ભરત રાજર્ષિ પહેલાં જે વ્યાખ્યાઓ હતી, પશ્ચાત્ વેદમાં તેમાંની વ્યાખ્યાઓ સૂક્ત-સંહિતારૂપે થઈ ત્યાર બાદ તેમાંની ઘણીખરી નષ્ટ થઈ, કેટલીક વિપરીત પરિવર્તનને પામી. તેથી તે ઋષિ ! સર્વ સત્યતાના જ્ઞાનરૂપ વેદનો ઉદ્ધાર કરવા તેમ જ વેદરૂપ શ્રતજ્ઞાન, જે તીર્થ છે, તેને પ્રકાશ કરવા માટે તીર્થકરરૂપે અવતાર છે.
કષિઓએ કહ્યું: “હે વીર પ્રભે! આપ પરમાત્માને નમસ્કાર છે. આપ ભગવાન સત્યવેદરૂપ શ્રુતજ્ઞાનનો ઉદ્ધાર કરવાના છે અને તેથી વેદ અર્થાત્ શ્રુતજ્ઞાનરૂપ તીર્થના પ્રકાશથી આપ તીર્થકર પદવીને પામશે. આપ હાલ પણ મતિ, શ્રુત, અવધિથી કેવળજ્ઞાનની પેઠે પ્રકાશે છે.
આપ વેદના શ્રુતજ્ઞાનરૂપમાં સમૃદ્ધારક છો. આપે વેદન
For Private And Personal Use Only