________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
“આત્મા તે યજ્ઞ છે. આત્મા તે જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ ત્રિપાદયુક્ત સૂર્ય યાને વિષ્ણુ જાણ. સર્વ આત્માઓના સમૂહરૂપ વિરાટ આત્માને પરમાત્મા કે સમષ્ટિ આત્મા જાણ. વ્યષ્ટિ આત્મારૂપ અને સમષ્ટિ આત્મારૂપ યજ્ઞ જાણવો.
સર્વ મનુષ્ય, પશુઓ અને પંખીઓ વગેરેના કલ્યાણાર્થે મનમાં અનેક પ્રકારના શુભ સંકલ્પ અને વિચારો કરવા તે મનેયજ્ઞ જાણો. સર્વ પ્રકારની સત્ય વિદ્યાઓને વિશ્વમાં પ્રચાર કરે તે વિદ્યાયજ્ઞ જાણવો. સર્વ પ્રકારની ભાષાઓને શીખવા કે શીખવવા આત્મભેગ આપે તે ભાષાયજ્ઞ જાણવો. આવા પ્રકારના શુભ ય કરવાથી દેશ, કેમ, સંઘ, સમાજ, ધર્મની ઉન્નતિ થાય છે. મનનું વર્ણન આકાશરૂપે વેદમાં કરવામાં આવ્યું છે. મન તે રુદ્ર છે. મન ઈશ્વર સમ બળવાન હોવાથી ઈશ્વર છે. આત્મા તે મનરૂપ ઈશ્વરને પણ સ્વામી અને પરાત્પર પરબ્રહ્મ છે.
“મનને આત્મા કહેવામાં આવે છે અને શુદ્ધાત્મા, કે જે મનની પેલી પાર અનંત શક્તિમય અને કેવળજ્ઞાનમય છે, તેને પરમાત્મા કહેવામાં આવે છે. પરમાત્મા વીર એવા મને જે જાણે છે તે સર્વ પ્રકારના ય કરવાનું ક્ષણમાત્રમાં ફળ પ્રાપ્ત કરે છે. શુદ્ધાત્મારૂપ પરમાત્મા અનંત છે.
“મન-વાણી-કાયાની શક્તિઓ વધાા , જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રિપુટીને વિકાસ સાધવા તથા દેવ-ગુરુ-ધર્મ એ ત્રણની શ્રદ્ધા ધારણ કરવા જે સર્વ જાતિના જેને ત્રણ તાગડાની જિન એવા મેં તથા 2ષભાદિ પૂર્વ તીર્થંકર જિનેએ કહેલી જિનેવતને* અથવા તેને સ્થાને અન્ય વસ્ત્રાદિક ધારણ કરે છે, તેમને મારા પરમભક્ત જાણવા. કલિયુગમાં એ કઈ ધારણ કરે કે ન કરે, પણ મારા ઉપદેશ પ્રમાણે જે શુભ યો કરશે તે મારા પરમ આત્મારૂપ જાણવા. * તાગડાની તાંતણાની. * જિનોષવી જોઈ
For Private And Personal Use Only