________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૬૩ મનુષ્યના પ્રાણનો હેમ કરવો તે યુદ્ધયજ્ઞ જાણો. જૈન ધર્મના અને જૈનેના રક્ષણ માટે યુદ્ધયજ્ઞની મહત્તા છે. અન્યાયી, અધમ, દુષ્ટ પ્રજાએથી પોતાનું રક્ષણ કરવા યુદ્ધયજ્ઞ જે વખતે આવશ્યક છે તે વખતે કરવામાં જે કાયરતા કે અતિમૂઢ દયા બતાવવામાં આવે છે તે તેથી આર્યજૈનેને સહસ્ત્રધા વિનિપાત થાય છે.
દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા માટે જે જે ઉપદેશાદિક પ્રવૃત્તિએ થાય છે તે સમ્યકત્વયજ્ઞ જાણો. ચારિત્રની પ્રાપ્તિ માટે ક્ષેત્રકાલાનુસાર દ્રવ્ય કે ભાવથી જે જે પ્રવૃત્તિઓમાં આત્મભોગ આપવામાં આવે છે તે ચારિત્રયજ્ઞ જાણો.
“હૃદયની શક્તિઓની વૃદ્ધિ કરવા માટે જે જે પ્રવૃત્તિઓ સેવાય છે તે હૃદયયજ્ઞ જાણ. પ્રેમ માટે અને પ્રેમથી જે આત્મભોગ આપવામાં આવે છે તે પ્રેમયજ્ઞ જાણો. પ્રેમયજ્ઞમાં નામરૂપ અને દેહાધ્યાસને હોમ કરાય છે.
સર્વ જીવોની બને તેટલી સેવા કરવી તે સેવાયજ્ઞ જાણો. પિતાના આત્મા સમાન માનીને સર્વ જીવોની નિષ્કામપણે સેવા કરવી તે નિષ્કામયજ્ઞ જાણો. સકામભાવે સકામ વિચારો દ્વારા કર્મો કરવાં તે સકામયજ્ઞ જાણ. આત્મયજ્ઞનું સ્વરૂપ :
જ્ઞાન દર્શન, ચારિત્રરૂપ આત્મયજ્ઞના ત્રિકણ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તરૂ૫ ચતુષ્કોણ જાણવા. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગરૂપ પકૅણને આત્મયજ્ઞ જાણ.
“જ્ઞાનરૂપ વેદી જાણવી, સર્વ પ્રકારની વાસના કે ઈચ્છારૂપ કામને પશુ જાણ. આત્મારૂપ હતા જાણ, કર્મરૂપ કાષ્ટ જાણવાં, દયાનરૂપ અગ્નિ જાણ, ઉપગરૂ૫ મગ્ન જાણ, ભાવના અને પ્રેમરૂપ ધૃત જાણવું, મોહનીયાદિ કર્મ તિલમાષાદિરૂપ જાણવા. હૃદયરૂપ ચજ્ઞક્ષેત્ર જાણવું. આત્મારૂપ યજ્ઞકાર જાણ. ચારિત્રરૂપ યજ્ઞ જાણ. વિચારરૂપ આહુતિ જાણવી. એ પ્રમાણે આત્મયજ્ઞનું સ્વરૂપ જાણવું.
For Private And Personal Use Only