________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૬૧ “પુસ્તકને જિવાડવા કરતાં સત્યને જિવાડો. હે ઋષિઓ! તમે સત્યના ગ્રાહક છે. સત્ય કંઈ આકાશમાંથી પડતું નથી, પરંતુ જ્ઞાનીઓના હૃદયમાં પ્રગટે છે. તે જ વેદ છે. મૂળ વેદો જૈનધર્મના પ્રતિપાદક હતા, પણ શ્રી અરિષ્ટનેમિ તીર્થંકર પશ્ચાત્ તેમાં અને તેના ઉપર રચાયેલા ગ્રન્થમાં અસત્યતા આવી ગઈ. તેથી જૈનધમ ઉદ્ધાર કરવા જેવીસમા તીર્થકર તરીકે મારે જન્મ થયો છે. - “મારાં કહેલાં તને પૂર્ણાભ્યાસ કરીને સમ્યગ્દષ્ટિ બનેલા કષિઓ, મુનિઓ, જ્ઞાનીઓ અને ગણધરો વેદ વગેરે શાસ્ત્રોને સ્યાદ્વાદ દષ્ટિએ સમ્યગુ અર્થ કરીને લોકોને સત્ય સમજાવવા સમર્થ બને છે.
સમ્યગ્દષ્ટિ જેનોને વેદાદિ સર્વશ સમ્યક્રરૂપે પરિણામ પામે છે, તેથી તેવા મહાત્માઓને માટે તે વેદાદિ સમ્યકરૂપે સમજવા; પણ તેવી દશા નહીં પામેલાઓને માટે તે અગ્રાહ્ય છે. તેઓએ મારા ઉપદેશ વડે બનેલા આગમે, નિગમે પર પૂર્ણ શ્રદ્ધા ધારવી. તમે સૌ મારા ભક્તો, જેને, દ્રષિઓ, ત્યાગીઓ, ગૃહસ્થ મારા ઉપદેશમાં શ્રદ્ધા રાખીને પ્રવર્તાશો.
“વેદોમાં સૂર્ય, ચન્દ્ર, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ વગેરેનું કૌતિક વર્ણન છે. તેના આત્મામાં આધ્યાત્મિક અર્થ ઉતારવાનું છે. આધ્યાત્મિક જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, તપ, ધ્યાન, વેશ્યા, ઉપગ વગેરેનું તેમાં ભૌતિકરૂપે વર્ણન કર્યું છે. તેમાં પરમાત્માનું કર્તા વગેરે વિશેષણોથી વાસ્તવિક તથા ઔપચારિક કે આલંકારિક વર્ણન આવે છે. તે સર્વેને બોધ તે મારાથી પ્રરૂપેલા જૈનતત્ત્વજ્ઞાનમાં આવી જશે. તેથી હવે વેદ વગેરેને માનવાની જરૂર રહેતી નથી. મારા પર શ્રદ્ધા રાખે અને મારાં વચનાને માન્ય કરો.
યજ્ઞવાચ્ય સર્વ શુભાર્થીને મારા કેવળજ્ઞાન વડે પ્રકાશ થશે. યજ્ઞના પરમાત્મા, પરમેશ્વર, પૂજા, જ્ઞાન, સેવા, ભક્તિ, સંતોષ,
.
૧૧
For Private And Personal Use Only