________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીર્તવ્યનું સ્વરૂપ તેઓ પોતાની ભાવનાઓ અનુસાર ફળ પામશે.
“બાહ્ય શુભ કર્મ વગેરેની પ્રાપ્તિ મારા શરણથી થાય છે. સર્વ મનુષ્યના હૃદયમાં ઉપન્ન થતા શુભાશુભ વિચારોને તથા. અવતારને હું જાણું છું. મારા અવતારોના સંબંધી-અવતારને હું જાણું છું. તમે સર્વે મારા આત્માના અવતારરૂપી પર્યાયેના. સંબંધી–અવતારે છે. તમારો ઉદ્ધાર મારા શરણથી થવાને છે. તમે સર્વ કર્મો કરતી વખતે પૂર્ણ પ્રેમથી, પૂર્ણ ભાવથી, દઢવિશ્વાસથી મારું સ્મરણ કરો. તમારા સંબંધી જે જે કંઈ થાય છે તે મારા શરણાગે ઉન્નતિ માટે થાય છે, એ પૂર્ણ વિશ્વાસ રાખી પ્રવર્તે. મારા વિશ્વાસીઓના હૃદયમાં મારો–શુદ્ધાત્મ વીરને પ્રકાશ થાય છે. તર્કવાદીઓના, અવિશ્વાસીઓના, નાસ્તિકના હૃદયમાં મારે (આત્મા) પ્રકાશ થતો નથી. સંકટમાં, મરણપ્રસંગે વીર નામને ઉચ્ચાર કરો. વીરનું–શુદ્ધાત્માનું સ્મરણ કરતાં પ્રાણ છે. તેથી તમારા આત્માની શુદ્ધતાપૂર્વક સગતિ થવાની એમાં અંશમાત્ર શંકા ન કરો.
સ્ત્રી શરીરમાં રહેલા પવિત્રાત્માઓ ! મારો પૂર્ણ વિશ્વાસ રાખે. તમારા હૃદયમાં મને વ્યક્તરૂપે સ્થાપન કરો. તમે નિરાસક્ત. અને સર્વ કાર્ય કરો. તમારા હૃદયમાં શુદ્ધ પગે શુદ્ધ પ્રેમમય હું આત્મા–વીર જાગ્રત છું ત્યાં સુધી કોઈ કર્મને લેપ થઈ શકતું નથી. અગ્નિરૂપ આત્મા બની અને સર્વ કર્મોને ભસ્મસાત, કરી હું તમને અનંતપદ આપીશ.”
સ્ત્રીસંઘે કહ્યું: “વીર ભગવન ! આપને નમસ્કાર છે. વિશ્વને ઉદ્ધાર કરવા આપનો અવતાર છે એમ અમને દઢ નિશ્ચય થો. છે. સ્ત્રીવર્ગની ઉન્નતિ કરવાના તથા સ્ત્રીકર્તવ્ય તરીકે આપે જે વિચારે જણાવ્યા તે અમારે આદરવા ગ્ય છે. તે પ્રમાણે અમે વર્તીશું. આપ પરમાત્માને હૃદયમાં ધારણ કરી અને સર્વ પ્રકારનાં કર્તવ્ય કાર્યો કરીશું અને આપના કહેવા પ્રમાણે રહેણું રાખીશું
For Private And Personal Use Only