________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
અધ્યાત્મ મહાવીર
ગરીબ સ્ત્રીઓને મદદ કરવી. ગરીબ મનુષ્યને સહાય આપવી. સાધ્વીઓની સંગતિ કરવી. ત્યાગાશ્રમ સ્વીકારવા ગ્ય દશા થતાં સાધ્વીઓ બનીને દેશપરદેશમાં મારા ઉપદેશને અને જૈનધર્મને પ્રચાર કરવો. સર્વત્ર જ્ઞાનને પ્રચાર કરવો. સ્ત્રીઓએ જૈન મંદિરમાં દરરોજ દર્શન કરવા અને ગુરુની ભક્તિ કરવી. જૈન સ્ત્રીઓએ એકબીજાને હુન્નરધંધા વગેરેમાં સહાય કરવી. ક્ષત્રિયાણીઓએ ક્ષત્રિને રાજ્યરક્ષણ, પાલન વગેરેમાં સર્વ પ્રકારની સહાય કરવી અને પોતાના પુત્રોને દેશકાલજ્ઞ બનાવવા. વૈશ્ય સ્ત્રીઓએ વ્યાપાર, તુવર, કલા વગેરેમાં ભાગ લેવો, સર્વ દેશમાં વ્યાપારાદિ માટે જવું અને મારી શ્રદ્ધાભક્તિમાં દૃઢ રહેવું. મારા પર પૂર્ણ શ્રદ્ધાભક્તિ રાખી મારા ઉપદેશેલાં તનું જ્ઞાન કરનાર સ્ત્રીવર્ગ રાજ્ય, કેમ, સંઘ, ધર્મ વગેરેથી જૈન સામ્રાજ્ય વધારવા પ્રયત્ન કરે.
“આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સ્ત્રીવર્ગે ધર્મશ્રવણાદિ ઉપા સદા સેવવા. તેણે સ્ત્રીઓના રોગાદિ નિવારવા વૈદકજ્ઞાનને અભ્યાસ કરો અને પ્રસૂતિ વગેરે પ્રસંગોમાં પરસ્પર સ્ત્રીવર્ગને સહાય કરવી. શરીરનું આરોગ્ય જાળવવા કસરત કરવી. સ્ત્રી અને પુરુષ વર્ગનું આરોગ્ય જાળવવા બનતા પ્રયત્ન કરવા. માંદાઓની માવજત કરવી. ભૂખ્યાતરસ્યાને અન્નપાણી આપવું. અન્ય દુષ્ટ પ્રજાએના આક્રમણ પ્રસંગે ધમ્મ યુદ્ધમાં જવું અને દ્ધાઓને મદદ કરવી. ઘાયલ થયેલાઓની સારવાર કરવી તથા દેશ, કેમ, ધર્માર્થે પ્રાણ સમર્પણ કરવા.
“સ્ત્રીવર્ગ બાળકોને અને બાલિકાઓને નિર્ભય, સ્વતંત્ર, બહાદુર બને એવા વિચારો આપવા, અને મજશેખની આસક્તિમાં પડી શરીર, ધન, બુદ્ધિ વગેરેને નાશ ન કરે. સ્ત્રીવર્ગે ગૃહ
સ્થાવાસમાં સ્વાધિકારનું અતિક્રમણ કરીને અતિ દયાળુ બનવું નહીં, તેમ અતિકૂર પણ બનવું નહીં. સ્ત્રીએ પુરુષથી પ્રજોત્પત્તિના
For Private And Personal Use Only