________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીકર્તવ્યનું સ્વરૂપ
૧૫૧
“પુત્રીઓને સર્વ પ્રકારની ભાષા અને કલાનું શિક્ષણ આપવું. તેમને જઘન્યમાં જઘન્ય વીસ વર્ષ સુધી બ્રહ્મચારિણી રાખવી. પશ્ચાત તેમની સલાહ અને ઇચ્છાનુસાર લગ્ન કરવાં.
પુત્રને પચીસ વર્ષ અને તે પછી પરણાવવા. અગ્ય લગ્ન કરવાં નહીં, કરાવવાં નહીં અને કરનારાઓને અનમેદન આપવું નહીં.
“બાળકો અને બાલિકાઓ બ્રહ્મચર્યદશામાં વીર્યની પૂર્ણ રક્ષા કરે એવા ઉપાએ જવા. દેશ, સમાજ, સંઘ, ધર્મની પડતી ન થાય તે માટે બાળકને વીર્યવાન બનાવવા. જૈન ધર્મના પ્રચારક અને જૈનધર્મના જ્ઞાની એવા ગૃહસ્થ ગુરુઓ, ત્યાગી ગુરુઓ કે ગુરુ પાસે પુત્ર અને પુત્રીઓને જ્ઞાન અપાવવું.
ગૃહસંસાર માંડ્યા બાદ પ્રજોત્પત્તિની ઇચ્છાને અનુસરી વર્ષમાં એક વા બે દિવસ વિના બાકીના દિવસોમાં બ્રહ્મચર્ય યાને વીર્યરક્ષાનું પાલન કરવું. દુષ્ટ કામી પ્રપંચી પુરુષથી ચેતીને ચાલવું. બ્રહ્મચર્યની રક્ષા માટે ગુપ્ત શસ્ત્ર ધારણ કરવાં. સ્ત્રીઓએ ઘેડા પર બેસવાનું, જળમાં તરવાનું, વૃક્ષે પર ચઢવાનું તેમ જ દેશકાલાનુસારે વર્તમાન યુદ્ધવિષયક શ વાપરવાનું શિક્ષણ લેવું. સર્વ પ્રકારની રસોઈ પકવવાનું શિક્ષણ લેવું. રાજકીય અને ધાર્મિક ઈતિહાસનું શિક્ષણ લેવું. પ્રાણાયામને અભ્યાસ કરવો. અનેક પ્રકારની સ્ત્રીગ્ય કસરત કરવી. દળવું, ખાંડવું, પાણી લાવવું, અને પતિની રક્ષા માટે સદા સાવધાન રહેવું.
“બાળકને અને બાલિકાઓને આઠ વર્ષ સુધી જાતે શિક્ષણ આપવું. તેમને દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધાથી યુક્ત બનાવવા. ચેરી, જારી વિના કેઈપણ આજીવિકાના સાધનમાં પ્રવૃત્તિ કરતાં શરમાવું નહીં. દારુ અને માંસનું ભક્ષણ ન કરવું અને તેને વ્યાપાર પણ ન કરે.
For Private And Personal Use Only