________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
અધ્યાત્મ મહાવીર
અન્ય પુરુષની સાથે પછી જેડાતી નથી. પોતાના પતિને જૈનધર્મમાં જોડવા. જૈનધર્મ પાળનાર એવા સત્યપ્રેમી ને વીર્યવાનને પતિ તરીકે પસંદ કરે.
“પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિનું સદા શ્રેય ઈચ્છવું. પતિની સાથે શુદ્ધ પ્રેમ ધારણ કરે. સાસુ-સસરાની સેવા કરવી અને તેઓની સેવા કરતાં દુખે પડે તે પણ તે સહન કરવાં. નણંદ, ભેજાઈ દેરાણી જેઠાણ વગેરેની સાથે આત્મભાવે વર્તવું. ઘરને બરાબર વહીવટ કરો. પોણાઓને આદરસત્કારથી સંતોષવા. ધર્મ, સંઘ, સમાજ, રાજ્ય વગેરે બાબતનું પૂર્ણ જ્ઞાન કરવું અને તેમાં ભાગ લે
“સ્ત્રીસમાજને કેળવવા પ્રયત્ન કરવો. પવિત્ર મહાત્માઓનાં વ્યાખ્યાને સાંભળવાં. અતિથિઓને અન-ભેજનાદિકનું દાન કરવું. પતિ, વૃદ્ધ, બાળ વગેરેને જમાડી જમવું. પશુઓ વગેરેની સંભાળ રાખવી. ધર્મેયુદ્ધોમાં સ્વાધિકાર ભાગ લઈ સ્વાત્મા, કેમ અને ધર્મનું રક્ષણ કરવું.
“સંકટ કે વિપત્તિમાં પતિને ત્યાગ ન કરે. સાસુ, સસરા અને વૃદ્ધજનેની સાથે વિનયપૂર્વક વર્તવું અને તેઓને દુઃખ લાગે એવું ભાષણ ન કરવું. વૃદ્ધોની સેવાચાકરી કરવી. નાનાં બાળકોને સંભાળવાં અને તેમાં મારા સ્વરૂપની ભાવના કરી તેઓનું પ્રતિપાલન કરવાથી મારી ભક્તિ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. દયાનાં કાર્યોમાં ભાગ લે અને અંધ, ગરીબ, દુઃખી, રેગી. અપંગ મનુષ્યને યથાશક્તિ મદદ કરવી. ઘરમાં આવક પ્રમાણે વ્યય કરે. પતિને સતાવીને કે દેવું કરીને આભૂષણે પહેરવાને મેહ અને તેવી પ્રવૃત્તિ છોડી દેવી.
પતિને દુર્વ્યસનથી મુક્ત કરવા સત્યાગ્રહ કરે અને વ્યભિચારાદિ દુષ્ટ વ્યસનમાં પ્રાણને નાશ થાય તે પણ પડવું નહીં. ઘર અને કુટુંબનાં કાર્યો કરતાં નવરાશ મળે ત્યારે મારી ભક્તિના ગાણાં ગાવાં અને ધર્મનાં પુસ્તકો વાંચવાં.
For Private And Personal Use Only