________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
અધ્યાત્મ મહાવીર
ત્યાગની સિદ્ધિ થતી નથી. દાનથી પોપકારી થવાય છે. મમત્વ ટળે છે ત્યારે દાન ગુણ પ્રગટે છે.
“પિતાના ઘેર આવેલા ત્યાગીઓને દાન આપવામાં સંકોચ ન કરો. તમારી પાસે જે કંઈ હોય તેમાંથી યથાશક્તિ આપે.
“ગૃહસ્થ! તમારી સર્વ શક્તિઓનું મૂળ કારણ શીલ છે. જેટલું બને તેટલું પરાક્રમ ફેરવીને શીલ પાળે અને યથાશક્તિ તપ કરો. તપથી અનેક લબ્ધિઓ પ્રગટ થાય છે. મનમાં પ્રગટતી અનેક વાસનાઓને હઠાવે. બૂરી ઈચ્છાઓને નાશ કરે. મન ઉપર કાબૂ ધારણ કરો. દુખ સહીને કર્તવ્ય કાર્ય કરે. પરમાર્થ માટે સહન કરે. નિષ્કામબુદ્ધિએ સર્વ કાર્ય કરે. એ જ તપ છે. મેજશોખને વારવા અને દેશ, સંઘ, સમાજ, જૈનધર્મ માટે અનેક કાર્યોમાં એકતાન બની જવું તે તપ છે. આત્માના સ્વરૂપમાં લયલીન થઈ જવું તે તપ છે. ગૃહસ્થાશ્રમ વા ત્યાગાશ્રમમાં વાસનાઓને હઠાવવી તે તપ છે. અનેક પ્રકારનાં કો સહન કરીને ધારેલ કાર્યને પાર પાડવું તે તપ છે. અન્ય મનુષ્યના સુખાથે, પરોપકારાર્થે પિતાનાં સુખનો ભોગ આપવો તે તપ છે. આત્માનું ધ્યાન ધરવું તે તપ છે. અનેક પ્રકારની ધાર્મિક પ્રગતિના ઉપાચોની શોધમાં લાગી જવું અને એવી શોધ કરવી તે તપ છે.
આત્માની સાથે લાગેલાં કર્મોના નાશ માટે જે જે વિચારો કરવા અને નિવિકલ્પક થવું અથવા બાહ્ય જે આચારે પાળવામાં દુઃખ સહન કરવું પડે તે તપ છે. પિતાનાથી વિરુદ્ધ મનુષ્ય તરફનાં વચને સહન કરવા અને વિરોધીઓ વચ્ચે ઊભા રહીને કાર્યો કરવાં તે તપ છે. મારા ધર્મને પ્રચાર કરવા માટે શરીર, વાણી, ધન, લક્ષમી, સત્તા વગેરે પ્રિય વસ્તુઓને ત્યાગ કરે તે તપ છે. શરીરાદિકમાં મમત્વ વિના સંચરવું તે તપ છે. અપકીર્તિ, નિંદા, આળ વગેરેનું સહવું તે તપ છે. મારી તરફ
For Private And Personal Use Only