________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નવિધિનું સ્વરૂપ
૧૪
ત્યાગીઓની રક્ષા કરવી અને સર્વ પ્રકારનું રાજકીય બળ જાળવી રાખવું. કદી પ્રજાનો દ્રોહ ન કર, પ્રજાને ચૂસવી નહીં. પ્રજાને સમાન હકનું રક્ષણ કરવું. મારા ભક્ત રાજાઓએ રાજ્યકર્મો કરવામાં એક જાતની મારી સેવા માનવી. પ્રજાઓનાં દુઃખ નિવારણ કરવાં અને પ્રજાઓને ધર્મમાં સ્થિર કરવી એ પણ એક પ્રકારની મારી પૂજા-ભક્તિ જાણવી.
“મારા ભક્ત રાજાઓને અલ્પ દોષ અને મહાપુણ્ય, સંવર અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. રાજાઓએ સામ, દામ, દંડ, ભેદ વગેરે નીતિઓને દેશકાલાનુસારે આચરવી અને જૈનધર્મની રક્ષા કરવી. મારી શ્રદ્ધાભક્તિથી વિરુદ્ધ વર્તનારા રાજાઓનાં રાજ્ય કલિયુગમાં રહેશે નહીં. તેઓ અન્ય રાજાઓના તાબેદાર બનશે. જે મારા ઉપદેશ પ્રમાણે રાજ્ય કરશે તેમની વંશ પરંપરાએ ચડતી થશે. કલિયુગમાં મારા ભક્ત, રાગી અને મારા વિચારો પ્રમાણે ચાલનારા રાજાઓ ત્રણ હજાર વર્ષ પછી ઘણા પ્રગટશે. તેઓ મારા વિચારોને માનશે, પૂજશે અને વિશ્વમાં સર્વત્ર પ્રજા, સંઘ, રાજ્યના પ્રમુખ બનશે.
“મારા ભક્ત રાજાઓએ ગૃહસ્થાવાસમાં આર્યપ્રજાનું અસ્તિત્વ જાળવવા પ્રયત્ન કરવો. જેઓ મારી શ્રદ્ધાભક્તિને હસી કાઢે છે અને મારા ઉપદેશને ધિક્કારે છે, તેઓ પર રોગ, દુકાળ, આફત, ધરતીકંપ વગેરેને મારે ચાલે છે. તેઓ પર અધર્મ કોપાયમાન થાય છે અને મહિના પંજામાં તેઓ ફસાઈ, હજારે રીતે પડતીને પામી દુર્ગતિ પામે છે.
કલિયુગમાં મારા ગૃહસ્થ ભક્તોએ કલિયુગને અનુસરી પિતાનું અસ્તિત્વ જાળવવું. મારી ભક્તિથી અને મારા બધા પ્રમાણે ચાલવાથી ગૃહ કલિયુગમાં સુખી થશે.” દાન-શીલ-તપને ઉપદેશ :
ગૃહસ્થાશ્રમી મનુષ્યએ દાનગુણ ખીલવો. દાન વિના ૧૦
For Private And Personal Use Only