________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
અધ્યાત્મ મહાવી
“હસ્થ જૈનોએ પિતાના ઘરની દ્વારશાખાએ સાથિયે, મારી છબી વગેરે જૈન ચિહ્ન સ્થાપિત કરવાં. પિતાના ઘરમાં સૂર્યનાં કિરણને પ્રવેશ થાય અને શુદ્ધ હવા આવે તથા યથાશક્તિ સુગંધી પુછપના વેલા વગેરેથી બાગની વ્યવસ્થા કરવી. ઘર જેમ બને તેમ છૂટાં બાંધવાં અને તેની ખાતમુહૂર્તાદિ ક્રિયાએ મારી ભક્તિપૂર્વક કરવી.
“મારા ગૃહસ્થ ભક્ત જૈનેએ તીર્થકરાદિનાં ચરણસ્પર્શ, ઉપદેશ, જન્માદિ કલ્યાણકે વડે પવિત્ર થયેલાં સ્થળોની યાત્રા કરવી. પવિત્ર તીર્થસ્થળોમાં ધ્યાન ધરવું, ભક્તિ કરવી. આત્માની શુદ્ધિ થાય એવા પવિત્ર વિચારો પ્રગટાવવા. તીર્થસ્થળામાં ત્યાગીઓનાં ગુરુકુલ સ્થપાયાં હોય તો તેઓનું રક્ષણ તથા પુષ્ટિ કરવી. તીર્થસ્થળોમાં રહેલા ત્યાગીઓ, મહર્ષિઓ, સાધુઓ અને મુનિઓની સેવા કરવી અને તેમની ભેજનાદિની વ્યવસ્થા કરવી.
“મારા ભક્તોએ મારું નામસ્મરણ કરનાર શ્રદ્ધાળુ ત્યાગીએને અહારાદિ આપીને ખાવું અને તેઓની આશાતના, હેલના વગેરે થતી વારવી. મારા ગૃહસ્થ ભક્તોએ મારી પાછળ મારા તત્ત્વજ્ઞાન વગેરેને ઉપદેશ આપનાર, તેનો પ્રચાર કરનાર, મારી પાછળ આગમગ્ર વગેરેની પદ્ય–ગદ્ય રચના કરનાર મહર્ષિઓને આત્મસમર્પણ કરવા ચૂકવું નહીં. ગૃહસ્થ ભક્તોએ મારી ભક્તિમાં વિશ્વની ભક્તિ માનવી. મારી ભક્તિ કરનાર ભક્ત પોતાના આત્માની શુદ્ધિ કરી શકે છે, ત્યારે તે વિશ્વને મારારૂપ દેખીને પશ્ચાત્ વિશ્વસેવા કરવાના અધિકારી બને છે, અને પછી તેવા ભકતોને વિશ્વસેવા મારી ભક્તિરૂપે પરિણામ પામે છે. પશ્ચાત તેમને ઐક્યને અનુભવ થાય છે.
મારા ગૃહસ્થ ભક્ત રાજાઓએ પ્રજાની સલાહ લઈ રાજ્ય ચલાવવું. પ્રજાના સેવક તરીકેની બુદ્ધિ ધારણ કરીને પ્રજાનું રાજ્યતંત્ર ચલાવવું, પણ પ્રમાદી બનવું નહીં. ગૃહસ્થોની અને
For Private And Personal Use Only