________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નવિધિનું સ્વરૂપ
૧૪૭
દુષ્ટતા ધરાવી ભૂંડામાં પ્રવર્તનારાઓનો પ્રતિરોધ કરવા જે કંઈ વિચારવું યા કરવું તે તપ છે. અનીતિ-અન્યાયના માર્ગોને નાશ કરવામાં અને ન્યાય-નીતિના માર્ગોને પ્રગટાવવામાં જે કંઈ વિચારવું વા કરવું તે તપ છે. કુટુંબ, ઘર, જ્ઞાતિ, દેશ, સમાજ, સંઘ, રાજ્ય, વ્યાપાર વગેરેની સુવ્યવસ્થા કરવામાં જે કંઈ શક્તિ ફેરવવી તે તપ છે. ક્ષમા ધારણ કરવી તે તપ છે. સરળતા તે તપ છે. નિર્લોભતા તપ છે. મારો જાપ જપવો તે તપ છે. સત્ય બોલવું તે તપ છે. બ્રહ્મચર્ય પાળવું તે તપ છે. પારમાથિક કાર્યો કરવામાં જેટલું કરાય તેટલું તપ છે.
આત્માની અનંત શક્તિઓ ખીલવવા જે કંઈ મન, વાણું, કાયાથી કરાય તે તપ છે. સર્વ પ્રકારનાં સેવાના અને ભક્તિનાં કર્મો તથા તેના વિચારે તપ છે. ધર્મે યુદ્ધ કરનારા મનુષ્યોની પ્રવૃત્તિઓ તપરૂપ છે. જનધર્મના સામ્રાજ્યની ચડતી માટે દેશકાલાનુસારે ઉત્સર્ગમાગે કે અપવાદમાર્ગે જે કંઈ કરવું તે તપ છે. વિદ્યા મેળવવા જ્ઞાનાભ્યાસ કરે, કરાવો અને કરતાઓને અનમેદન આપવું, ધર્મકથા શ્રવણ કરવી, મારા વિચારોને માનવા તથા તેને પ્રચાર કરે તે તપ છે.
મનુષ્ય ! તપ કરે. તપ વિના સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. તમે તપ કરે. તપ તપ્યા પછી સુખ પ્રગટે છે. તાપ ખૂબ પડે છે ત્યારે વૃષ્ટિ થાય છે. ગૃહસ્થ મનુષ્ય! મન-વાણી-કાયાથી લક્ષમીને સદુપયોગ કરવારૂપ તપ કરે.
ગૃહસ્થ મનુષ્યએ કહ્યું: “પ્રભે મહાવીર ! આપના સદુપદેશને સત્ય માની તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરીશું. શ્રીયુત યુવરાજ નંદિવર્ધનના લગ્નમહોત્સવ પ્રસંગે સર્વ મનુષ્યને આપેલ ઉપદેશ મનનીય છે. પ્રત્યે ! આપે અમારા પર અત્યંત ઉપકાર કર્યો છે. આપના બાલ્યકાલના સખાઓને આપે સત્ય જૈનધમી બનાવ્યા
For Private And Personal Use Only