________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ર
અધ્યાત્મ મહાવીર
બની સત્યનો પ્રકાશ કરે છે અને નવાં અને પવિત્ર સત્ય શાસ્ત્રોને પ્રગટ કરે છે. તેમના ઉપદેશમાં પૂર્ણ સત્યતા આવી જાય છે. એમ થવાથી મિશ્ર, અસત્ય, હિંસામય બનેલાં ધર્મશાસ્ત્રો નષ્ટ થાય છે. તેમનું સત્ય તે નવામાં આવી જ જાય છે. તેથી વિશ્વ, ‘દેશ, સંઘ, સમાજ, રાજ્ય, પ્રજા, ધર્મની પુનઃ ચઢતી થાય છે.
“એ પ્રમાણે ગૃહસ્થાશ્રમ માંડનારાઓએ સમજી અને મારા ઉપદેશ પ્રમાણે વતી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવાનુસાર દરેક બાબતમાં ચિગ્ય પરિવર્તન અર્થાત્ સુધારા કરવા, અને મારા ઉપદેશમાં સર્વ સત્ય સમાયું છે એમ જાણી હવે પછી તે પ્રમાણે વર્તવું.
ગૃહસ્થાશ્રમીઓએ ગૃહ્યશાસ્ત્રોને * ચગ્ય પિતાનું વર્તન રાખવું. અને ત્યાગીઓએ ત્યાગીઓને આપેલ ઉપદેશ પ્રમાણે વર્તવું. ગૃહસ્થાશ્રમીએાએ વિશ્વમાં દેશકાલાનુસારે જૈનધર્મ ફેલાય એવાં કર્મો કરવાં. મારા ભક્ત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોને જેનધર્મ પાળવામાં સહાય આપવી. દરેક ગૃહસ્થાશ્રમીએ દેશકાલાનુસારે જે શસ્ત્રો હોય તેને ધારણ કરવાં અને રાજકીય બાબતમાં - તથા ધાર્મિક સુધારાઓમાં ભાગ લેવો. પિતાના સમાનધમીઓને પતિત ન થવા દેવા અને તેઓને પોતાના સરખા બનાવવા.
“ગૃહસ્થાશ્રમીએાએ ધર્મને, સંઘને હાનિ થાય એવા મતભેદ, તકરારો વગેરેને દૂરથી પરિહરવાં. ગૃહસ્થાશ્રમી જૈનોએ ધનાદિકની તકરારનો પરસ્પર સંપીને નિકાલ કરે છેવટે સંઘ દ્વારા તકરારનો અંત આણ, પણ અન્યધમી અન્યાયી પ્રજા, કે જે પોતાનામાં ફૂટફાટ કરાવે, તેની પાસે તકરાર ન લઈ જવી.
“મારા ભક્તજનોએ વર્તમાનની તથા ભવિષ્યની ઉન્નતિના વિચારો કરી દીર્ઘદશી બનવું અને સત્કાર્યો કરવામાં સદા ઉત્સાહી. રહેવું. વૃદ્ધોની શિખામણ લેવી. ગુરુઓની શિખામણ લેવી.
* ગૃહસ્થોના આચારોનું નિરૂપણ કરનારાં શાસ્ત્રો.
For Private And Personal Use Only