________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
અધ્યામ મહાવીર પણ કઈક ભેગાવલી કર્મોદયે અમુક વર્ષ ત્યાગાવસ્થામાં રહી પાછા ગૃહસ્થાવાસને સ્વીકાર કરે છે. અને કેટલાક યાજજીવન ત્યાગાવસ્થા સ્વીકારી સંઘ, ધર્મ, દેશ, સમાજ વગેરેની સેવામાં, લોકેને સદુપદેશ આપવામાં તથા મારા ભજનધ્યાનમાં જીવન ગાળે છે.
“ગૃહસ્થાશ્રમી સ્ત્રીઓએ અને પુરુષોએ ત્યાગની દશા પ્રાપ્ત થયા વિના ત્યાગધર્મને સવીકાર ન કર. ગૃહસ્થાવાસમાં જળમાં પંકજવત્ નિર્લેપ રહીને સર્વ કર્તવ્ય કરવા અને પરમાર્થ કાર્યો કરવામાં જીવન ગાળવું. કુટુંબ, જ્ઞાતિ, સમાજ વગેરેને જૈન બનાવીને તેઓની સેવામાં મારી સેવા છે એવી શ્રદ્ધા ધરનારાએ ગૃહસ્થાશ્રમને સ્વીકાર કરે.
જે ભરણપોષણ કરવાને અશક્ત છે, ઘધ કરવાને અશક્ત છે, કમાઈ શક્તાની જેનામાં શક્તિ નથી અને જેઓ નપુંસક જેવાં નિવય છે તેમણે લગ્ન ન કરવાં જોઈએ. જેઓ પ્રોત્પત્તિ કરવાને લાયક ન હોય અને જેઓ બાયલા જેવા ભીરુ, જડ મૂર્ખ, અશક્ત છે તેએાએ કામગની લાલસાથી ગુહાશ્રમ ન માંડ, કારણ કે તેવાઓની સંતતિ દાસ અને પરતંત્ર બને છે અને દેશ, કેમ, સંઘ, ધમનું રક્ષણ કરી શકતી નથી તથા અન્ય દુષ્ટ પ્રજાઓના હુમલાઓને પાછી વાળી શકતી નથી. તેમનામાં બુદ્ધિ, વિદ્યાનો પ્રકાશ થતો નથી.
“ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનારાઓએ પરસ્પર સંપીને રહેવું તથા અનેક વિપત્તિઓને સમભાવે વેઠવી. ગૃહસ્થાશ્રમમાં સુખ જ છે એવું માનીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ન કરે, પણ તેમાં દુઃખ વિશેષ છે અને તે સહન કરવું જોઈએ તથા તેમાં રહીને ત્યાગીના ગુણોને યોગ્ય બનવું જોઈએ, એમ માનીને ગુહાશ્રમમાં પ્રવેશ કરે જોઈએ
“મૃત્યુ આદિ ભીતિએને ત્યાગ કરે, નામરૂપને મિલ્ક
For Private And Personal Use Only